Home> Sports
Advertisement
Prev
Next

GT vs LSG: હાર બાદ ગુજરાતના કેપ્ટન શુભમન ગિલ લાલચોળ, આપ્યું મોટું નિવેદન, જાણો કોના પર ફોડ્યું ઠીકરું?

GT vs LSG: ગુજરાત ટાઇટન્સને આ સિઝનમાં બીજી વખત LSG સામે હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર બાદ કેપ્ટન શુભમન ગિલ ગુસ્સે ભરાયો જોવા મળ્યો.

GT vs LSG: હાર બાદ ગુજરાતના કેપ્ટન શુભમન ગિલ લાલચોળ, આપ્યું મોટું નિવેદન, જાણો કોના પર ફોડ્યું ઠીકરું?

IPL 2025 GT vs LSG: IPL 2025 માં ગઈકાલે રાત્રે ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ઋષભ પંતની LSG એ ટેબલ ટોપર શુભમન ગિલની ગુજરાત ટાઇટન્સને 33 રનથી હરાવ્યું. આ મેચમાં LSG ના બેટ્સમેનોએ ગુજરાતના બોલરોને ખરાબ રીતે ધોયા હતા. હાર બાદ કેપ્ટન શુભમન ગિલ થોડા નિરાશ દેખાતા હતા અને તેમણે હારનું કારણ જણાવ્યું.

fallbacks

હાર બાદ શુભમન ગિલે શું આપ્યું નિવેદન?
LSG સામેની હાર બાદ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે જણાવ્યું હતું કે, "અમે બોલિંગમાં 15-20 રન વધુ આપ્યા. અમે તેમને 210 ની આસપાસ રોકવા માંગતા હતા. 210 અને 230 વચ્ચે મોટો તફાવત છે. અમે પાવરપ્લેમાં સારી બોલિંગ કરી, કોઈ વિકેટ ન મળી, પરંતુ 14 ઓવરમાં પાવરપ્લે પછી, તેઓએ લગભગ 180 રન બનાવ્યા જે ખૂબ વધારે હતા."

ગિલે વધુમાં કહ્યું, "અમે 17મી ઓવર સુધી રમતમાં હતા, 240 રનનો પીછો કરવો ક્યારેય સરળ નહોતું. અમારા માટે ઘણી સકારાત્મક બાબતો છે, રધરફોર્ડ અને શાહરૂખની બેટિંગ એક મોટો પ્લસ પોઈન્ટ હતો. થોડી લય મેળવવી મહત્વપૂર્ણ રહેશે, અમે પ્લેઓફમાં જતા પહેલા જીતના માર્ગ પર પાછા ફરવા માંગીએ છીએ."

મિશેલ માર્શે ફટકારી સદી 
આ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સના ઓપનર મિશેલ માર્શે શાનદાર બેટિંગ કરી અને સદી ફટકારી. આમાં માર્શે 64 બોલમાં 117 રન બનાવ્યા હતા, જેમાં 10 ચોગ્ગા અને 8 સિક્સરોનો સમાવેશ થાય છે. તેની શાનદાર ઇનિંગ્સને કારણે માર્શને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો.

ફક્ત 202 રન જ બનાવી શક્યું ગુજરાત ટાઇટન્સ
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા LSG એ 20 ઓવરમાં 235 રન બનાવ્યા. જેના જવાબમાં ગુજરાતની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 202 રન જ બનાવી શકી હતી. આ મેચમાં ગુજરાત તરફથી શાહરૂખ ખાને સૌથી વધુ 57 રનની ઇનિંગ રમી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More