Home> Sports
Advertisement
Prev
Next

Big Breaking: હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સમાં વાપસી, હવે આ ખેલાડી ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન

ગુજરાત ટાઈટન્સને પહેલી જ સીઝનમાં ખિતાબ અપાવનાર હાર્દિક પંડ્યા હવે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતો જોવા મળશે. મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને ટ્રેડ કરીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આ બદલ કેમરૂન ગ્રીન  હવે આરસીબી તરફથી રમતો જોવા મળશે.

Big Breaking: હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સમાં વાપસી, હવે આ ખેલાડી ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત ટાઈટન્સે પોતાના નવા કેપ્ટનની જાહેરાત કરી દીધી છે. એટલે કે હાર્દિક પંડ્યા હવે મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાઈ જતા હવે ગુજરાત ટાઈટન્સે મોટો નિર્ણય લેતા ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર શુભમન ગિલ આઈપીએલની આગામી સીઝનમાં ગુજરાત ટાઈટન્સનું નેતૃત્વ સંભાળશે. 

fallbacks

અત્રે જણાવવાનું કે ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ હવે ફ્રેન્ચાઈઝીનો સાથ છોડ્યો છે. 2022માં હાર્દિક ટીમ સાથે જોડાયો હતો. પહેલી બે સીઝનમાં તે ટીમનો કેપ્ટન હતો. પહેલી જ સીઝનમાં ટીમને વિજેતા બનાવી હતી. ત્યારબાદ બીજી સીઝનમાં પણ ગુજરાત ટાઈટન્સ ફાઈનલ સુધી પહોંચી હતી. પરંતુ ત્રીજી સીઝન પહેલા હાર્દિકે પોતાની જૂની ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં જવાનો નિર્ણય લીધો. 

સત્તાવાર જાહેરાત
ગુજરાત ટાઈટન્સ દ્વારા આ અંગે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. ઈન્ડિયન  પ્રીમિયર લીગ દ્વારા પણ આ મુદ્દે જાહેરાત કરવામાં આવી છે. જેમાં કહેવાયું છે કે હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં ગયો છે અને કેમરૂન ગ્રીન હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમશે. 

નવા કેપ્ટનની જાહેરાત
હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ થતાની સાથે જ ગુજરાત ટાઈટન્સે પોતાના નવા કેપ્ટનના નામની પણ જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયાનો યુવા ઓપનર બેટર શુભમન ગિલ હવે ગુજરાત ટાઈટન્સનો નવો કેપ્ટન હશે. ગત સીઝનમાં રાશિદ ખાન વાઈસ કેપ્ટન હતો. હાર્દિકની જગ્યાએ કેટલીક મેચોમાં તે નેતૃત્વ સંભાળતો પણ જોવા મળ્યો હતો. 

ગુજરાત ટાઈટન્સના ક્રિકેટ નિદેશક વિક્રમ સોલંકીએ કહ્યું કે, શુભમન ગિલે ગત બે વર્ષમાં ખેલમાં ઉચ્ચતમ સ્તર ખુબ પ્રગતિ કરી છે. અમે તેને માત્ર એક બેટર તરીકે નહીં પરંતુ ક્રિકેટમાં એક લીડર તરીકે પણ પરિપકવ થતા જોયો છે. મેદાન પર તેના યોગદાને ગુજરાત ટાઈટન્સને એક મજબૂત તાકાત તરીકે ઉભરવામાં મદદ કરી છે. તેની પરિપકવતા અને સ્કિલ ઓન ફીલ્ડ પ્રદર્શનમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે. અમે તેને કેપ્ટન બનાવવા અંગે ખુબ ઉત્સાહિત છીએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More