Home> Sports
Advertisement
Prev
Next

હાર્દિક પંડ્યા પર તોળાઈ રહ્યું છે સૌથી મોટું જોખમ! આ કારણે IPL માંથી બહાર થઈ શકે છે

2021 ટી20 વર્લ્ડ કપ બાદ સતત ટીમ ઈન્ડિયાથી બહાર રહેલા હાર્દિક પંડ્યા માટે ફરી એકવાર મુશ્કેલી ઊભી થઈ છે.

હાર્દિક પંડ્યા પર તોળાઈ રહ્યું છે સૌથી મોટું જોખમ! આ કારણે IPL માંથી બહાર થઈ શકે છે

નવી દિલ્હી: 2021 ટી20 વર્લ્ડ કપ બાદ સતત ટીમ ઈન્ડિયાથી બહાર રહેલા હાર્દિક પંડ્યા માટે ફરી એકવાર મુશ્કેલી ઊભી થઈ છે. આઈપીએલની શરૂઆત પહેલા જ હાર્દિક પંડ્યાની ફિટનેસ સવાલોના ઘેરામાં આવી ગઈ છે. આઈપીએલની નવી ટીમ ગુજરાત ટાઈટન્સના કેપ્ટન આઈપીએલ 2022માં રમશે કે નહીં તે નિર્ણય હવે બેંગલુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA) લેશે. ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા બાદ જ તેને આઈપીએલમાં રમવા માટે લીલી ઝંડી મળશે, ટેસ્ટ પાસ નહીં કરી શકે તો તેનું આઈપીએલમાં રમવું મુશ્કેલ બની શકે છે. આગામી 2 દિવસ હાર્દિક માટે મહત્વના છે. 

fallbacks

હાર્દિકનું આઈપીએલ રમવા પર સસ્પેન્સ
હાર્દિક પંડ્યા બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડેમીમાં પહોંચ્યો છે. જ્યાં આગામી બે દિવસમાં ફિટનેસ પરીક્ષણમાંથી પસાર થશે. જેથી કરીને આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશીપ માટે લીલી ઝંડી મળે. પરંતુ હાર્દિક જો આ એનસીએમાં ફિટનેસ ટેસ્ટ પાસ નહીં કરી શકે તો તે આઈપીએલની આખી સીઝન પણ મીસ કરી શકે છે. બીસીસીઆઈના એક સૂત્રએ નામ ન જણાવવાની શરતે કહ્યું કે હાર્દિક આગામી બે દિવસ સુધી એનસીએમાં હશે અને વિવિધ ફિટનેસ પરીક્ષણમાંથી પસાર થશે. તે કેન્દ્રીય કોન્ટ્રાક્ટમાં બંધાયેલો ક્રિકેટર છે અને તેણે સંયુક્ત આરબ અમીરાતમાં ટી20 વિશ્વ કપ બાદ કોઈ ક્રિકેટ મેચ રમી નથી. ગત વર્ષ શ્રેયસ ઐય્યર પણ ખભાની ઈજા બાદ આઈપીએલમાં રમતા પહેલા ફિટનેસ પરીક્ષણ માટે હાજર થયો હતો. 

The Kashmir Files: 'ધ કાશ્મીર ફાઈલ્સ' ફિલ્મ વિશે પીએમ મોદીએ સંસદીય બોર્ડની બેઠકમાં આપ્યું મોટું નિવેદન

ખુબ થઈ રહી છે  તૈયારી
વાત જાણે એમ છે કે હાર્દિક પંડ્યા ફિટનેસના પગલે બોલિંગ પણ કરી શકતો નહતો અને આથી તેને ટીમમાં ફક્ત એક બેટ્સમેન તરીકે જગ્યા મળતી હતી. પરંતુ આ ખેલાડીનું બેટિંગ પરફોર્મન્સ પણ એટલું સારું નહતું. આથી હાર્દિકે હવે મોટું પગલું ભરતા બીસીસીઆઈને કહ્યું કે તેને ફિટનેસમાં પાછા ફરવા માટે થોડા સમયની જરૂર છે. પરંતુ હવે રિપોર્ટ્સ મુજબ હાર્દિક બેટિંગ અને ફિલ્ડિંગ માટે ફીટ હોવાનું કહેવાય છે. તેની બોલિંગ પર હજુ કઈ કહી શકાય નહીં. જો કે ગુજરાત ટાઈટન્સની ટીમે એ સ્પષ્ટ કરી દીધુ છે કે ફ્રેન્ચાઈઝી તેને ફક્ત બેટર તરીકે જોઈ રહી છે. 

ભારતીય મિસાઈલ પાકિસ્તાનમાં જઈ પડી, સમગ્ર મામલે રક્ષામંત્રી રાજનાથ સિંહે સંસદમાં આપ્યું નિવેદન

બેટર તરીકે રમી શકે છે હાર્દિક
ગુજરાત ટાઈટન્સની ટીમ 28 માર્ચના રોજ લખનૌ સુપરજાયન્ટ્સ વિરુદ્ધ પોતાનું અભિયાન શરૂ કરશે. એનસીએ પરીક્ષણ દરમિયાન સૌથી રસપ્રદ પહેલું એ હશે કે આ 28 વર્ષના ખેલાડીને લીગમાં પોતાની ટીમ માટે સંપૂર્ણ રીતે કોણી વાળીને બોલિંગ કરવાની મંજૂરી મળે છે કે નહીં. હાર્દિક પંડ્યાએ 2019માં ઈંગ્લેન્ડમાં રમાયેલા વર્લ્ડ કપ બાદ પીઠની સર્જરી કરાવી હતી ત્યારથી તે બોલિંગ ફિટનેસ મેળવી શક્યો નથી. ગત વર્ષ ટી20 વર્લ્ડ કપની શરૂઆતની મેચોમાં પણ તે બોલિંગ કરતો જોવા મળ્યો નહતો. આવામાં તેને બોલિંગ માટે મંજૂરી મળવી મુશ્કેલ જોવા મળી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More