Jamnagar News મુસ્તાક દલ/જામનગર : મૂળ જામનગરની વતની અને હાલ અભ્યાસ માટે અમેરિકામાં રહેતી ભકિત શાસ્ત્રીની અમેરિકાની વુમન ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે. 29 વર્ષીય ભક્તિની નાનપણથી આંતરારાષ્ટ્રીય ક્રિકેટ રમવાની મહત્વાકાંક્ષા હતી. અભ્યાસના કારણે થોડા સમય ક્રિકેટથી દુર રહેવાના કારણે વર્ષો બાદ તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની ઈચ્છા પૂર્ણ થશે.
યુએસએ ક્રિકેટે આર્જેન્ટિનામાં યોજાનારી આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ અમેરિકા ક્વોલિફાયર માટે ટીમની જાહેરાત કરી છે. યુએસએ ક્રિકેટ 7 થી 18 માર્ચ દરમિયાન આર્જેન્ટિનામાં યોજાનારી આગામી આઈસીસી મહિલા ટી-20 વર્લ્ડ કપ અમેરિકા ક્વોલિફાયર માટે ટીમની જાહેર થઈ છે. આ ટુર્નામેન્ટમાં યુએસએ, કેનેડા, બ્રાઝિલ અને યજમાન આર્જેન્ટિના 2026 ની શરૂઆતમાં આઈસીસી ટી-20 વર્લ્ડ કપ ગ્લોબલ ક્વોલિફાયર માટે ક્વોલિફાય કરવા માટે સ્પર્ધા કરશે. જેમાં મૂળ જામનગરની વતની ભક્તિ શાસ્ત્રી 2024 રાષ્ટ્રીય ચેમ્પિયનશિપના સફળ પ્રદર્શન પછી તેમનો પ્રથમ રાષ્ટ્રીય ટીમ કોલ-અપ મેળવશે.
દેવાયત ખવડ પર હુમલાની ઘટનામાં બે ફરિયાદ નોંધાઈ, બંને પક્ષે સામસામે ફરિયાદ કરાઈ
ભક્તિ શાસ્ત્રી ધોરણ 12 સુધીનો અભ્યાસ જામનગરની પાર્વતી દેવી સ્કૂલમાં કર્યો હતો. ભક્તિના માતા પ્રીતિબેન અને પિતા ઓમ શાસ્ત્રી બંને શિક્ષક છે. તેમની ઈચ્છા હતી કે ભકતિ પણ તેની મોટી બહેન શિવાની જેમ ઉચ્ચ અભ્યાસ કરીને સારું કરિયર બનાવે. ભક્તિએ માતા-પિતાની ઈચ્છાને માન આપીને પહેલા અભ્યાસમાં ધ્યાન કેન્દ્રીત કર્યુ. પરંતુ તેને શાળામાં નાનપણથી જુડો-કરાટે તેવી તાલીમ મળી હતી. રમત-ગમત ક્ષેત્રે શોખ હોય તેથી ધૌરણ-10 બાદ જામનગરમાં મહેન્દ્રસિંહ ચૌહાણ પાસે ક્રિકેટની તાલીમ મેળવી હતી. અને વેસ્ટ ઝોન સુધી ક્રિકેટમાં પોતાનું સ્થાન મેળવ્યું હતું. બાદ વાલીની શિક્ષણ અંગે વિદેશ મોકલતા ક્રિકેટથી વર્ષો સુધી દૂર રહેવું પડ્યું હતું. ભક્તિ સ્નાતક થયા બાદ અમેરિકામાં સાયબર સિકયોરીટી વિષય પર પીએચડીનો અભ્યાસ કરે છે. સાથે જ અભ્યાસ બાદ તક મળતા અમેરિકાની ટીમમાં પોતાનું સ્થાન મેળવ્યું. આમ, દેશ અને ગુજરાતનુ ગૌરવ વધારતા વાલીએ ખુશી વ્યકત કરી હતી.
ભક્તિ શાસ્ત્રીએ બોર્ડની પરીક્ષામાં ટોપ કર્યુ હતુ. બાદ વિજ્ઞાન અભ્યાસ કરીને પીએચડી સુધીનો અભ્યાસ કર્યો. ભક્તિને ગીત ગાવાનો શોખ છે. તેણે જુડોમાં બ્રાઉન બેલ્ટ મેળવ્યો હતો. ટ્રેકિંગ જેવી સાહસિક પ્રવૃતિમાં રસ ધરાવે છે. અને ક્રિકેટ પ્રત્યે તેને અનહદ લગાવ છે. ઉત્તમ તાલીમના કારણે ઓલરાઉન્ડર મહિલા ક્રિકેટર તરીકે ઓળખ મેળવી છે.
અમેરિકાના મોહમાં મહેસાણાના પાટીદાર પરિવારે દીકરો ગુમાવ્યો, બે વર્ષથી કોઈ પત્તો નથી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે