Home> Sports
Advertisement
Prev
Next

ડી. ગુકેશ બન્યો સૌથી યુવા ગ્રાન્ડમાસ્ટર, વડાપ્રધાને ટ્વીટ કરી આપી શુભેચ્છા

શતરંજની ચાલમાં દિગ્ગજોને છકાવનાર ડી, ગુકેશે માત્ર સાત વર્ષની ઉંમરમાં ચેસ રમવાનું શરૂ કર્યું હતું. તેણે આ રમત માત્ર મનને કસવા માટે શરૂ કર્યું હતું પરંતુ જલ્દી તે તેનો દિવાનો બની ગયો હતો. 
 

ડી. ગુકેશ બન્યો સૌથી યુવા ગ્રાન્ડમાસ્ટર, વડાપ્રધાને ટ્વીટ કરી આપી શુભેચ્છા

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના સૌથી યુવા ચેસ ચેમ્પિયન ગ્રાન્ડમાસ્ટર ડી. ગુકેશને શુભેચ્છા આપી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને ગુકેશની સફળતા પર ખુશી વ્યક્ત કરતા તેને શુભેચ્છા આપી છે. 

fallbacks

પીએમે લખ્યું, ધ ચેમ્પિયન ઓફ ચેસ, યુવા ડી. ગુકેશને પોતાની સિદ્ધિથી દેશને ગૌરવ અપાવ્યું છે. તેનું લગન અને દ્રઢતા જોવા લાયક છે. તેને મારા તરફથી શુભેચ્છા અને ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ. 

મહત્વનું છે કે, ડી. ગુકેશે દિલ્હીમાં આયોજીત દિલ્હી ઈન્ટરનેશનલ ચેસ ગ્રાન્ડમાસ્ટર ઓપનનું ટાઇટલ જીતીને બધાને ચોંકાવી દીધા હતા. 12 વર્ષના ડી. ગુકેશ ખિતાબ હાસિલ કરનારો ભારતનો સૌથી યુવા ઉંમરનો ચેસ ખેલાડી છે. 

શતરંજની ચાલમાં દિગ્ગજોને છકાવનાર ડી, ગુકેશે માત્ર સાત વર્ષની ઉંમરમાં ચેસ રમવાનું શરૂ કર્યું હતું. તેણે આ રમત માત્ર મનને કસવા માટે શરૂ કર્યું હતું પરંતુ જલ્દી તે તેનો દિવાનો બની ગયો હતો. ડી. ગુકેશ ભારતનો સૌથી યુવા ગ્રાન્ડમાસ્ટર છે પરંતુ માત્ર 17 દિવસથી તે આંતરરાષ્ટ્રીય રેકોર્ડ તોડવાનું ચુકી ગયો હતો. વિશ્વના સૌથી યુવા ગ્રાન્ડમાસ્ટરનો રેકોર્ડ રૂસના સર્ગેઈ કારજાનિકના નામે છે. આ રેકોર્ડ તેણે 2002માં બનાવ્યો હતો. 

યુવા ડી. ગુકેશ શતરંજની ચાલોને સમજવા માટે દરરોજ સાત કલાક પ્રેક્ટિસ કરે છે. તે પોતાની સફળતાનો શ્રેય પોતાની સ્કૂલ વેલમ્મલ વિદ્યાલયના શિક્ષકોને આપે છે. ચેસમાં તેની રૂચી જોતા સ્કૂલના ચેસ મેનેજરે ગુકેશને આ રમતમાં આગળ વધાર્યો હતો. હવે ગ્રાન્ડમાસ્ટર ડી. ગુકેશની નજર વિશ્વના મોટા ટાઇટલ પર છે. પોતાની સફળતાને  ચાલુ રાખવા તે પોતાના રેકોર્ડને વધુ સુધારવા ઈચ્છે છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં તમામ પ્રકારની ખેલ પ્રતિભાઓને વધારવા માટે ખેલાડીઓને પ્રોત્સાહન આપે છે. ભારતમાં આ ઉદ્દેશ્યથી ખેલો ઈન્ડિયા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. તેનો ઈરાદો ભારતમાં જમીની સ્તર પર ખેલની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા અને તેનો વિકાસ કરવાનો છે. 

સ્પોર્ટ્સના અન્ય સમાચારો વાંચવા માટે ક્લિક કરો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More