Home> Sports
Advertisement
Prev
Next

હરભજન સિંહે WC 2019 માટે પસંદ કરી ટીમ, જાણો કોને-કોને કર્યાં સામેલ

હરભજન સિંહને વિશ્વાસ છે કે ઈંગ્લેન્ડના માહોલ ખૂબ ગરમ હશે અને હ્યુમિડિટી પણ હશે. તેથી ટીમમાં રવિન્દ્ર જાડેજાનું હોવું જરૂર છે. 
 

હરભજન સિંહે WC 2019 માટે પસંદ કરી ટીમ, જાણો કોને-કોને કર્યાં સામેલ

નવી દિલ્હીઃ પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટ વિશ્વકપ માટે 15 સભ્યોને ફાઇનલ કરવા માટે લાગેલા છે. આ વચ્ચે દિગ્ગજ ઓફ સ્પિનર હરભજન સિંહે ટીમની જાહેરાત કરી છે, જેણે વિશ્વકપ (ICC World Cup 2019) રમવા માટે ઈંગ્લેન્ડ જવું જોઈએ. ટીમમાં મોટાભાગના ખેલાડીઓ તે છે, જેણે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હાલમાં સમાપ્ત થયેલી સિરીઝ રમી છે. 

fallbacks

આ 15 સભ્યોની ટીમમાં ઉમેશ યાદવ અને રવીન્દ્ર જાડેજાને પણ સામેલ કરવામાં આવ્યા છે. ભજ્જીએ ક્રિકેટની સૌથી મોટી ટૂર્નામેન્ટ માટે વિજય શંકરનું પણ સમર્થન કર્યું છે. 

તેણે કહ્યું કે, શંકરને એક તક વિશ્વકપમાં મળવી જોઈએ. વિજય શંકરે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં પ્રભાવિત કર્યાં છે. ભજ્જીનું માનવું છે કે, મુકાબલો હાર્દિક પંડ્યા અને શંકર વચ્ચે થશે. બંન્ને ઓલરાઉન્ડર છે. 

હરભજન સિંહને વિશ્વાસ છે કે ઈંગ્લેન્ડનો માહોલ ખૂબ ગરમ હશે અને ત્યાં હ્યૂમિડિટી વધુ હશે. તે માટે ટીમમાં રવિન્દ્ર જાડેજાનું હોવું જરૂરી છે. ટીમ મેનેજમેન્ટ તેને પણ એક ઓલરાઉન્ડર તરીકે જોઈ શકે છે. 

અકસ્માતની અફવાથી પરેશાન સુરેશ રૈના, ટ્વીટર પર કરી અપીલ 

હરભજન સિંહે પીટીઆઈને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, જો તમને 2017ની ચેમ્પિયન્સ ટ્રોફી યાદ હોય તો તમને ખ્યાલ હશે કે યૂકેમાં કેટલી ગરમી અને હ્યુમિડિટી હોય છે. જો પરિસ્થિતિ એવી હોય તો વિપક્ષી ટીમની પાસે 5-6 ડાબોડી બેટ્સમેન છે તો જાડેજાને એક પેકેજના રૂપમાં ઉપયોગ કરી શકાય છે. તે નંબર 6 પર નંબર 7ના હાર્દિક પંડ્યા સાથે બેટિંગ કરી શકે છે. હજુ પણ તે શાનદાર ફિલ્ડર છે. 

World Cup 2019: ટીમ ઈન્ડિયાના 'પેસ એટેક'માં આ 3 ખેલાડી, ચોથા સ્થાન માટે જંગ

હરભજન સિંહની 15 સભ્યોની ટીમ આ પ્રકારે છે. 
રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, અંબાતી રાયડૂ, મહેન્દ્ર સિંહ ધોની, કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, દિનેશ કાર્તિક, ઉમેશ યાદવ અને વિજય શંકર અને રવિન્દ્ર જાડેજા સામેલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More