Home> Sports
Advertisement
Prev
Next

IPL 2019: હરભજન સિંહે દેખાડી માર્શલ આર્ટની કળા, સામે આવ્યો Video

આ વીડિયો ચેન્નઈ સુપર કિંગ્સે પોતાના ટ્વીટર પેજ પર શેર કર્યો છે. સૌથી પહેલા આ વીડિયો હરભજને પોતાના ઇન્સ્ટગ્રામ પેજ પર શેર કર્યો ત્યારબાદ ટીમના અન્ય ખેલાડીઓએ પણ લાકડીની સાથે હાથ અજમાવતો વીડિયો પોસ્ટ કર્યો હતો. 

IPL 2019: હરભજન સિંહે દેખાડી માર્શલ આર્ટની કળા, સામે આવ્યો Video

નવી દિલ્હીઃ આઈપીએલની હાલની સિઝનમાં પોઈન્ટ ટેબલ ટોપ પર રહેલી ચેન્નઈ સુપર કિંગ્સના ખેલાડી મેદાનની બહાર પણ ચર્ચામાં રહે છે. સ્પિન કિંગ હરભજન સિંહનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હરભજન સિંહ ગતકા (લાકડી વડે રમાતી રમત) રમતો જોવા મળી રહ્યો છે. 

fallbacks

આ વીડિયો ચેન્નઈ સુપર કિંગ્સે પોતાના ટ્વીટર પેજ પર શેર કર્યો છે. સૌથી પહેલા આ વીડિયો હરભજને પોતાના ઇન્સ્ટગ્રામ પેજ પર શેર કર્યો ત્યારબાદ ટીમના અન્ય ખેલાડીઓએ પણ લાકડીની સાથે હાથ અજમાવતો વીડિયો પોસ્ટ કર્યો હતો. 

Gatka ⭐️ @chennaiipl @iplt20 #cskshoot

A post shared by Harbhajan Turbanator Singh (@harbhajan3) on

ચેન્નઈ સુપર કિંગ્સ દ્વારા ટ્વીટર પર પોસ્ટ કરાયેલા એક બીજા વીડિયોમાં ચેન્નઈના ઘણા ખેલાડી અને ટીમના અન્ય સ્ટાફ પણ હાથમાં લાકડી લઈને ગતકા રમવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. પરંતુ કોઈ અન્ય ખેલાડીને આ રમતમાં સફળતા ન મળી સિવાય હરભજન સિંહ. 

આ વીડિયોમાં હરભજન સિંહ લુંગી પહેરીને એક લાકડીની સાથે કલાબાજી કરતો જોવા મળી રહ્યો છે. તે હાથમાં લાકડી લઈને ઝડપથી પોતાના શરીરની ચારે તરફ ઘુમાવે છે. આ વચ્ચે બીજી લાકડી પણ તેના હાથમાં પહોંચી જાય છે અને તે બંન્ને લાકડીને ઝડપથી ફેરવવાનું શરૂ કરે છે. તેને જોઈને ટીમના અન્ય ઘણા ખેલાડી આ કલાબાજી કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ બધા નિષ્ફળ રહે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More