Home> Sports
Advertisement
Prev
Next

ખુશીથી ઝૂમી ઉઠી હાર્દિક પંડ્યાની 'લેડી લવ'...બાબર આઝમની વિકેટ પર આપ્યું ખાસ રિએક્શન

Champions Trophy 2025 : ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની બ્લોકબસ્ટર મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં પાકિસ્તાનની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં પાકિસ્તાની ટીમની શરૂઆત બહુ સારી રહી ન હતી અને શરૂઆતમાં વિકેટો ગુમાવી દીધી હતી.

ખુશીથી ઝૂમી ઉઠી હાર્દિક પંડ્યાની 'લેડી લવ'...બાબર આઝમની વિકેટ પર આપ્યું ખાસ રિએક્શન

Champions Trophy 2025 : ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે બ્લોકબસ્ટર મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેચમાં ટીમ ઈન્ડિયાની બોલિંગની શરૂઆત કંઈ ખાસ ન હતી, પરંતુ જેવી જ હાર્દિક પંડ્યા તેની 9મી ઓવર નાખવા આવ્યો કે તેણે બાબર આઝમની વિકેટ લઈને ટીમ ઈન્ડિયાને પહેલો બ્રેક આપ્યો.

fallbacks

ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થઈ જશે રોહિત શર્માની કારકિર્દી ? આ ક્રિકેટરે કર્યો દાવો

બાબરની વિકેટ સાથે હાર્દિક પંડ્યાએ જે પ્રકારનું સેન્ડ ઓફ કર્યું તે આશ્ચર્યજનક હતું. આ સાથે ટીવી સ્ક્રીન પર અચાનક એક ચહેરો દેખાયો જેણે બધાને ચોંકાવી દીધા. હકીકતમાં આ બીજું કોઈ નહીં પણ જાસ્મીન વાલિયા હતી, જે હાર્દિક પંડ્યાની કથિત ગર્લફ્રેન્ડ હોવાનું કહેવાય છે. જાસ્મીન વાલિયા ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા માટે દુબઈના સ્ટેડિયમ પહોંચી હતી.

ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું

બાબરની વિકેટ બાદ જાસ્મીન ખુશીથી ઝૂમી ઉઠી

તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યાએ બાબર આઝમની વિકેટ લેતા જ જસ્મીન વાલિયા ખુશીથી ઝૂમી ઉઠી હતી. જાસ્મીન વાલિયા ભારતીય મૂળની બ્રિટિશ ગાયિકા છે. તેણે બોલિવૂડ ફિલ્મોમાં પણ પોતાનો અવાજ આપ્યો છે. જાસ્મિન પોતાની ગાયકી ઉપરાંત હાર્દિક સાથેના સંબંધોને લઈને પણ ચર્ચામાં રહી છે. હાર્દિક પંડ્યાએ ગયા વર્ષે જ તેની પૂર્વ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે છૂટાછેડા લીધા હતા.

 

નતાશાથી છૂટાછેડા લીધા પછી હાર્દિકને સોશિયલ મીડિયા પર એવી જગ્યાએ જોવા મળ્યો હતો જ્યાં જાસ્મિન પણ રજાઓ માણવા ગઈ હતી. બંનેએ સોશિયલ મીડિયા પર એક જ લોકેશન પરથી પોતાની તસવીર શેર કરી હતી. આ જ કારણ છે કે હાર્દિક અને જાસ્મિનના સંબંધોની ચર્ચાએ જોર પકડ્યું હતું. આવી સ્થિતિમાં જાસ્મિનને દુબઈમાં જોયા બાદ તેમના સંબંધો પર મહોર લાગી રહી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More