મેલબોર્નઃ Hardik Pandya vs Pakistan: ભારતીય ટીમે ધમાકેદાર અંદાજમાં પાકિસ્તાનને 4 વિકેટે પરાજય આપ્યો છે. આ મેચમાં વિરાટ કોહલીએ દમદાર બેટિંગ કરી હતી. આ સિવાય હાર્દિક પંડ્યાએ બોલિંગ અને બેટિંગથી દરેકનું દિલ જીતી લીધુ. મેચ જીત્યા બાદ સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ભાવુક થઈ ગયો અને પિતાને યાદ કરી રડવા લાગ્યો હતો. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
પિતા માટે કહી આ વાત
હાર્દિક પંડ્યાએ સ્ટાર સ્પોર્ટ્સને કહ્યું, 'હું માત્ર મારા પિતાજી વિશે વિચારી રહ્યો હતો. હું મારા પિતા માટે રડ્યો નહોતો. હું મારા પુત્રને પ્રેમ કરુ છું, પરંતુ હું જાણુ છું કે શું હું તે કરી શકુ છું જે મારા પિતાજીએ મારા માટે કર્યું હતું. તે પોતાના સાડા છ વર્ષના બાળકનું સપનુ પૂરુ કરવા માટે બીજા શહેરમાં આવી ગયા હતા. તેમને ખ્યાલ નહોતો કે આજે હું જ્યાં છું ત્યાં પહોંચી શકીશ. તેથી આ ઈનિંગ તેમના માટે છે.'
Hardik dedicated this inning to his father...moments u love to see ❤️
You are a champion my bro @hardikpandya7 !!#nardik #INDvsPAK2022 #Worlds2022 pic.twitter.com/dqhSFNFM0m
— abhijit giri (@abhijitgiri32) October 23, 2022
મારા માટે બીજા શહેરમાં આવીને રહ્યાં
હાર્દિક પંડ્યાએ આગળ કહ્યું- હું હંમેશા તેમનો આભારી રહીશ. જો તેમણે મને તક ન આપી હોત તો હું આજે અહીં ન પહોંચ્યો હોત. તેમણે ખુબ બલિદાન આપ્યું. તે પોતાના બાળકો માટે બીજા શહેરમાં વસી ગયા. હું ત્યારે છ વર્ષનો હતો અને તે બીજા શહેરમાં વસી ગયા અને ત્યાં તેમણે વ્યવસાય કર્યો હતો. આ ખુબ મોટી વાત છે.
આ પણ વાંચોઃ IND vs PAK: વિરાટ કોહલીની શાનદાર ઈનિંગ પર અનુષ્કાની ભાવુક પોસ્ટ, કહ્યું- તમે.....
હાર્દિક પંડ્યાનું ઓલરાઉન્ડ પ્રદર્શન
ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પાકિસ્તાન વિરુદ્ધ બોલ અને બેટથી કમાલ કર્યો હતો. તે ટીમ ઈન્ડિયા માટે મેચ વિનર બનીને ઉભર્યો હતો. ભારતીય જીતનો નાયક વિરાટ કોહલી રહ્યો જેણે અણનમ 82 રન બનાવ્યા હતા. પરંતુ હાર્દિક પંડ્યાએ કોહલીનો સાથ આપ્યો હતો. પંડ્યાએ 40 રન બનાવવાની સાથે કોહલી સાથે સદીની ભાગીદારી કરી હતી. આ સિવાય હાર્દિકે બોલિંગમાં ત્રણ વિકેટ ઝડપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે