Viral Video: આયરલેન્ડ સામે ટી20 સીરિઝમાં ધમાકેદાર અંદાજમાં 2-0 થી જીત મેળવી છે. ભારતના ઘણા પ્લેયર્સને ઇંગ્લેન્ડમાં જ રોકવામાં આવ્યા છે. નવરાશની પળોમાં આ ખેલાડીઓ 'ચિડિયા ઉડ', 'મેના ઉડ' રમી રહ્યા છે. હવે તેમનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા અને સ્ટાર ઓપનર ઇશાન કિશન જોવા મળી રહ્યો છે.
વાયરલ થઈ રહ્યો છે વીડિયો
આપણે બધા ચિડિયા ઉડ, મેના ઉડની રમત રમી છે. આજે અમે તમને એક વીડિયો વિશે જણાવી રહ્યા છે, જેમાં ભારતીય ખેલાડી ચિડિયા ઉડ, મેના ઉડ રમત રમી રહ્યા છે. આ વીડિયોમાં સ્ટાર ઓપનર ઇશાન કિશન, આર્યલેન્ડ પ્રવાસ પર ટીમને જીતાડનાર હાર્દિક પંડ્યા અને જાદુઈ સ્પિનર અક્ષર પટેલ રમવાનું શરૂ કરે છે પરંતુ થોડીવારમાં અક્ષપ પટલે પકડાઈ જાય છે.
અક્ષર પટેલ- 1, 2, 3 સ્ટાર્ટ... ચિડિયા ઉડ, મેના ઉડ
અક્ષર પટેલ- ચિડિયા ઉડ
અક્ષર પટેલ- મેના ઉડ...
હાર્દિક પંડ્યા- મેના ક્યા હોતી હૈ?
ઇશાન કિશન- મેના તો ઉડતી હૈ!
હાર્દિક પંડ્યા- મેના ક્યા હોતી હૈ?
અક્ષર પટેલ- વો મોર કી બહેન હોતી હૈ ના... ક્યા હોતી હૈ?
જોવા મળતા 3 ખેલાડી
ત્યારબાદ ત્રણે હસવા લાગે છે. ઇશાન કિશને આ વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. જેવું અક્ષર પટેલ મેના ઉડ પર અટકે છે ત્યારે હાર્દિક પંડ્યા પૂછે છે કે મેના શું હોય છે? તેના પર અક્ષર પટેલ કહે છે કે તે મોરની બહેન હોય છે... ત્યારબાદ ત્રણેય ખેલાડીઓ હસી હસીને લોથપોથ થઈ ગયા હતા.
વીડિયોને પસંદ કરી રહ્યા છે લોકો
આ વીડિયોને 5 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. ત્રણેય ખેલાડીઓની એકબીજા સાથેની કેમિસ્ટ્રી લોકોને ઘણી પસંદ કરી રહ્યા છે. ત્રણેય ખેલાડીઓએ પોતાના દમ પર ભારતીય ટીમને ઘણી મેચો જીતાડી છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીમાં ભારતે આર્યલેન્ડ પ્રવાસ પર 2-0 થી સીરિઝ જીતી હતી. ત્યારે ઇશાન કિશને શાનદાર રમત દેખાડી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે