Home> Sports
Advertisement
Prev
Next

નતાશા અને હાર્દિક પંડ્યા કોર્ટ મેરેજના ત્રણ વર્ષ બાદ ફરી કરશે લગ્ન, ઉદયપુરમાં થશે ભવ્ય આયોજન

એક ખાસ રિપોર્ટથી જાણવા મળ્યું છે કે ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક 14 ફેબ્રુઆરીએ ઉદયપુરમાં એક વાઇટ વેડિંગ કરશે. બંનેના ત્રણ વર્ષ પહેલા કોર્ટ મેરેજ થઈ ચુક્યા છે. હવે બંને ફરી વેલેન્ટાઈન ડે પર ઉદયપુરમાં લગ્નનું પ્લાનિંગ કરી રહ્યાં છે. 
 

નતાશા અને હાર્દિક પંડ્યા કોર્ટ મેરેજના ત્રણ વર્ષ બાદ ફરી કરશે લગ્ન, ઉદયપુરમાં થશે ભવ્ય આયોજન

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી અને મોડલ નતાશા સ્ટેનકોવિક અને તેના ક્રિકેટર પતિ હાર્દિક પંડ્યા ઈન્ડસ્ટ્રીના સુપર કૂલ કપલ્સમાંથી એક છે. બંનેને એક પુત્ર પણ છે. તે હંમેશા એકબીજાની સાથે ફોટો અને વીડિયો શેર કરતા રહે છે અને કપલ્સ ગોલ્સ પણ આપે છે. નતાશા અને હાર્દિક પતિ-પત્ની બનવાના ત્રણ વર્ષ બાદ ફરી લગ્ન કરવાના છે. બંનેના પ્રાઇવેટ લગ્નને ત્રણ વર્ષ થઈ ચુક્યા છે અને હવે તે બીજીવાર મોટા વેડિંગને વેલેન્ટાઈન ડે પર પ્લાન કરી રહ્યાં છે. 

fallbacks

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા (Hardik Pandya)અને અભિનેત્રી મોડલ નતાશા સ્ટેનકોવિક (Nataša Stanković) પાંડ્યા પરંપરાગત રીતે લગ્ન કરવાના છે. તેમણે પહેલા એક સામાન્ય કોર્ટ મેરેજ કર્યાં હતા અને હવે આ ભવ્ય લગ્ન હશે. રિપોર્ટ અનુસાર બંને રાજસ્થાનના ઉદયપુરમાં વેલેન્ટાઈન ડે પર લગ્ની પ્રતિજ્ઞા લેશે અને ફેરા ફરશે. 

આ પણ વાંચોઃ હક્કા બક્કા થઈ ગયા રવિન્દ્ર જાડેજા, ખબર જ ના પડી કેવી રીતે ગઈ વિકેટ

હાર્દિક-નતાશાએ ઉતાવળમાં લગ્ન કર્યા હતા
એક વિશ્વસનીય સૂત્રએ કહ્યું કે 'તે સમયે તેઓએ કોર્ટ વેડિંગ કર્યું હતું. જ્યારે તે બન્યું ત્યારે બધું ઉતાવળમાં હતું. ત્યારથી તેમના મગજમાં ભવ્ય લગ્નનો વિચાર આવ્યો. તે બધા તેને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

આ તારીખો પર હલ્દી, મહેંદી અને સંગીત
તાજેતરના અહેવાલો મુજબ, લગ્ન સમારોહ 13 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 16મી સુધી ચાલશે. જ્યારે વાઇટ વેડિંગની યોજના બનાવી છે,  ત્યારે લગ્ન પહેલાની ઉજવણી જેવી કે હલ્દી, મહેંદી અને સંગીતનું આયોજન ખૂબ ધામધૂમથી કરવામાં આવશે. સમારોહની તૈયારીઓ ગયા વર્ષે નવેમ્બરમાં શરૂ થઈ હતી. એવું પણ જાણવા મળ્યું છે કે કન્યા લગ્ન માટે સફેદ ડોલ્સે અને ગબ્બાના ગાઉન પહેરશે. તેના લુક વિશે બહુ માહિતી નથી. 

આ પણ વાંચોઃ Women's T20 WC: ભારત-પાકિસ્તાન મહિલા ટીમ વચ્ચે મેચ, જાણો કોનું પલડું છે ભારે?

નતાશા અને હાર્દિકના લગ્ન
હાર્દિક અને નતાશાએ 31 મે 2020ના કોર્ટમાં લગ્ન કર્યાં હતા. આ કપલે જુલાઈ 2020માં તેના બાળક અહસ્ત્યને જન્મ આપ્યો હતો. હાલ કપલ પોતાની લાઇફ એન્જોય કરી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More