Hardik Pandya : મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા 31 માર્ચે ઘણો ખુશ જોવા મળ્યો હતો. મુંબઈની ટીમે આઈપીએલ 2025માં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે તેની પ્રથમ જીત નોંધાવી હતી. મુંબઈને ઘરઆંગણે સપોર્ટ કરવા સ્ટાર્સનો મેળાવડો એકત્ર થયો હતો. આ દરમિયાન હાર્દિકના અફેરના મુદ્દાએ જોર પકડ્યું છે. નતાશા સ્ટેનકોવિકથી અલગ થયા બાદ હાર્દિકનું નામ જાસ્મીન વાલિયા સાથે જોડવામાં આવી રહ્યું હતું, જોકે આ વાતની કોઈ પુષ્ટિ થઈ નથી. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સની જીત બાદ કંઈક એવું થયું કે દરેકની શંકા સાચી સાબિત થતી જોવા મળી રહી છે.
મુંબઈની શાનદાર જીત
મુંબઈ ઈન્ડિયન્સે KKR સામે શાનદાર જીત નોંધાવી હતી. વાનખેડેમાં KKRની ટીમ બેચેન દેખાતી હતી અને મુંબઈએ કોલકાતાની ટીમને 8 વિકેટે હરાવ્યું હતું. છેલ્લી બે મેચ હાર્યા બાદ મુંબઈએ પણ જીતનું ખાતું ખોલ્યું છે. ટીમે જોરશોરથી ઉજવણી કરી હતી પરંતુ જીત કરતાં હાર્દિક પંડ્યાના અફેરની વધુ ચર્ચા જોવા મળી રહી હતી. જાસ્મીન વાલિયા ટીમ બસમાં બેઠેલી જોવા મળી ત્યારે ચાહકોનીશંકા હકીકતમાં ફેરવાઈ ગઈ.
નવા સંબંધ પર 'મહોર'
છેલ્લા ઘણા મહિનાઓથી હાર્દિકના જાસ્મીન સાથેના અફેરની ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ આ સંબંધ પર મહોર ત્યારે લાગી જ્યારે જાસ્મીન મુંબઈની જીત બાદ ટીમ બસમાં ચડી. ખરેખર, ટીમ બસમાં માત્ર ખેલાડીઓ અને તેમના પરિવારજનોને જ બેસવાની મંજૂરી છે. જાસ્મિન હ,માં આવતાની સાથે જ ચાહકોની શંકા સાચી સાબિત થઈ.
કોણ છે જાસ્મીન વાલિયા ?
જાસ્મીન વાલિયા એક બ્રિટિશ સિંગર છે. તે વર્ષ 2018 માં ચર્ચામાં આવી જ્યારે તે સોનુ કે ટીટુ કી સ્વીટી (2018) ના હિટ ગીત 'બોમ ડિગી' થી ફેમસ થઈ. તેણે સૌપ્રથમ 'ધ ઓન્લી વે ઈઝ એસેક્સ' (2010) દ્વારા ધ્યાન ખેંચ્યું અને બાદમાં અનેક સિંગલ્સ આપ્યા. જાસ્મીન વાલિયાએ માત્ર તેના સંગીતથી જ નહીં પરંતુ દેશી રાસ્કલ્સ 2 (2015) માં સ્ટાર તરીકે પણ પોતાનું નામ બનાવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે