Home> Sports
Advertisement
Prev
Next

હાર્દિક પંડ્યા...આ શું? મેદાન પર દિગ્ગજ પૂર્વ ક્રિકેટરને માર્યો ધક્કો? વાયરલ Video થી ખળભળાટ મચ્યો

હાર્દિક પંડ્યા જ્યારથી મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બન્યો છે ત્યારથી સતત ચર્ચામાં રહે છે. અગાઉ પૂર્વ કેપ્ટન રોહિત શર્મા સાથે તેની તનાતનીનો મુદ્દો ચર્ચામાં રહ્યો અને હવે બોલિંગ કોચ લસિથ મલિંગા સાથેના કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે.વાયરલ થયેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે હાર્દિક પંડ્યા લસિથ મલિંગાને જાણે હડસેલી રહ્યો છે.

હાર્દિક પંડ્યા...આ શું? મેદાન પર દિગ્ગજ પૂર્વ ક્રિકેટરને માર્યો ધક્કો? વાયરલ Video થી ખળભળાટ મચ્યો

હાર્દિક પંડ્યા જ્યારથી મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બન્યો છે ત્યારથી સતત ચર્ચામાં રહે છે. અગાઉ પૂર્વ કેપ્ટન રોહિત શર્મા સાથે તેની તનાતનીનો મુદ્દો ચર્ચામાં રહ્યો અને હવે બોલિંગ કોચ લસિથ મલિંગા સાથેના કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સે હાલમાં જ સનરાઈઝ હૈદરાબાદ વિરુદ્ધ મેચ રમી હતી. આ હાઈસ્કોરિંગ મેચમાં મુંબઈની ભૂંડી હાર થઈ હતી. મેચનો એક વીડિયો સામે આવ્યો હતો કે જેમાં લસિથ મલિંગ હાર્દિક પંડ્યા માટે ખુરશી છોડતો જોવા મળે છે. ફેન્સે આ વીડિયો વાયરલ થયા બાદ એમઆઈના કેપ્ટનને ખુબ ટ્રોલ કર્યો હતો. હવે આ બંનેનો બીજો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

fallbacks

વાયરલ થયેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે હાર્દિક પંડ્યા લસિથ મલિંગાને જાણે હડસેલી રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે મેચ બાદ બધા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ એકબીજા સાથે હાથ મેળવી રહ્યા છે. ત્યારે લસિથ મલિંગા હાર્દિક પંડ્યા સાથે હાથ મિલવવા માટે પહોંચ્યો. હાર્દિકે મલિંગા સાથે હાથ મિલાવ્યો નહીં અને તેમને નજરઅંદાજ કરતો જોવા મળ્યો. ફેન્સ હવે આ વીડિયો પર ભાત ભાતા રિએક્શન આપી રહ્યા છે. 

એક ફેને લખ્યું છે કે હાર્દિક પંડ્યા એટલે દરેક તમે પસંદ કરતા નથી. અમને તમારા ખેલથી કોઈ સમસ્યા નથી...ખેલાડીની રીતે તો તમારા જેવા કોઈ નથી...પરંતુ તમારો વ્યવહાર અને વલણમાં સમસ્યા છે. અન્ય એક ફેને લખ્યું કે જો હાર્દિકે પોતાનો વ્યવ્હાર બદલી નાખ્યો તો ભવિષ્યમાં લેજન્ડ બની જશો. 

અત્રે જણાવવાનું કે મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2024માં હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં અત્યાર સુધીમાં બે મેચ રમી છે. આ બંને મેચમાં ટીમે હારનો સામનો કરવો પડ્યો છે. એમઆઈએ પોતાના અભિયાનની શરૂઆત ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ મે રમીને કરી હતી. જેમાં 6 રનથી હારનો સામનો કર્યો હતો. જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ 277 રનનો વિશાળ લક્ષ્યાંક મેળવ્યો અને 31 રનથી હારનો સામનો કરવો પડ્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More