Home> Sports
Advertisement
Prev
Next

તો આવી ગયો રોહિત-હાર્દિકના વિવાદનો અંત? હવે મુંબઈ ઈન્ડિયન્સ IPLમાં કરશે ધમાલ!

મુંબઈ ઈન્ડિયન્સના ફેન્સ માટે એક ખુશખબર આવી છે. એડવેન્ચર ટ્રિપ દરમિયાન રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા એકબીજાની સાથે જોવા મળ્યા છે. આ દરમિયાન બંનેએ હાથ મિલાવ્યો તો હાર્દિકે ઈશાન કિશનને ગળે લગાવ્યો હતો. જ્યારે ટીમના અન્ય ખેલાડીઓ પણ મસ્તી કરતા જોવા મળ્યા હતા. 
 

તો આવી ગયો રોહિત-હાર્દિકના વિવાદનો અંત? હવે મુંબઈ ઈન્ડિયન્સ IPLમાં કરશે ધમાલ!

મુંબઈઃ હાર્દિક પંડ્યા અને રોહિત શર્મા વચ્ચે કેપ્ટનશિપનો વિવાદ આ સમયે આઈપીએલનો સૌથી ચર્ચિત મુદ્દો બનેલો છે. જ્યારથી હાર્દિક પંડ્યાને કમાન સોંપવામાં આવી છે બંનેની વચ્ચે એક અંતર પણ જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયા પર કેટલાક એવા વીડિયો વાયરલ થયા જેનો જોઈને કહેવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચે બધુ બરાબર નથી. તેનું સૌથી વધુ નુકસાન ટીમને થયું છે. મુંબઈ અત્યાર સુધી પોતાની ત્રણેય મેચ હારી ચૂકી છે અને પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લે છે. પરંતુ આ વચ્ચે ફેન્સ માટે એક ખુશખબર આવી છે.  MITV પર એક વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે, જેને જોઈને લાગે છે કે બંને ખેલાડીઓ વચ્ચે મતભેદ સમાપ્ત થઈ ગયા છે. જો આ વાત સાચી છે તો ટીમના પ્રદર્શનમાં સુધાર આવી શકે છે.

fallbacks

સાથે જોવા મળ્યા રોહિત-હાર્દિક
ઘણીવાર ખેલાડીઓને માસિક અને શારીરિક થાકને દૂર કરવા માટે ગેટ અવે બ્રેક આપવામાં આવે છે. આ દરમિયાન ટીમના ખેલાડી એકબીજા સાથે સમય પસાર કરે છે. તેનાથી ખેલાડીઓ વચ્ચે મિત્રતા વધે છે. મુંબઈ ઈન્ડિયન્સે પણ પોતાના ખેલાડીઓને આવી રજા આપી હતી. MITV પર રિલીઝ થયેલા એક વીડિયોમાં રોહિત અને હાર્દિક ટ્રિપ દરમિયાન હાથ મિલાવે છે અને વાતચીત કરે છે. 

આ પણ વાંચોઃ IPL 2024: ક્રિકેટ વિશ્વના 5 સ્ટાર પોતાની ટીમ માટે બન્યા 'પનોતી', શરૂઆતી મેચોમાં ફેલ

હાર્દિકે ઈશાનને ગળે લગાવ્યો
મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા જારી કરવામાં આવેલા વીડિયોમાં હાર્દિક પંડ્યા ગર્મજોશીથી ઈશાન કિશાનને ગળે લગાવતો જોવા મળ્યો છે. તો હાર્દિક, બુમરાહ અને ઈશાન કોમર્શિયલ શૂટ દરમિયાન સાથે જોવા મળ્યા, જ્યાં ઈશાન હસી-મજાક કરી રહ્યો હતો. ત્યારબાદ મુંબઈની ટીમે એડવેન્ચર ટ્રિપ કરી હતી. આ ટ્રિપ પર ખેલાડીઓએ એક્વા એન્ડવેન્ચરની મજા માણી તો સાંજે સંગીતનો આનંદ ઉઠાવ્યો હતો.

મુંબઈની ટીમ પહેલા પણ કરી ચૂકી છે કમાલ
ગેટ અવે બ્રેક દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડી એકબીજા સાથે રિલેક્સ જોવા મળ્યા હતા. સાથે મજાક-મસ્તી કરતા જોવા મળ્યા હતા. વિવાદની અફવાઓ વચ્ચે મુંબઈ માટે આ રાહતની વાત છે. જો ખરેખર ખેલાડીઓમાં ફરી બોન્ડિંગ થઈ ગયું છે તો આવનારી મેચમાં ટીમના પ્રદર્શનમાં સુધાર જોવા મળશે. ભલે મુંબઈની ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને હોય પરંતુ આ પહેલા પણ ટીમ એક સીઝનમાં પ્રથમ ત્રણ કે તેનાથી વધુ મેચ હારવા છતાં પ્લે ઓફમાં જગ્યા બનાવવામાં સફળ રહી છે. 2015ની સીઝનમાં મુંબઈની ટીમ શરૂઆતી 4 મેચમાં હારી ગઈ હતી. પરંતુ ત્યારબાદ ટીમે જોરદાર વાપસી કરી ટ્રોફી પણ જીતી હતી. તમને જણાવી દઈએ કે આગામી મેચમાં સૂર્યકુમાર યાદવ પણ મેદાનમાં ઉતરી શકે છે. તે ટીમ સાથે જોડાઈ ગયો છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More