Home> Sports
Advertisement
Prev
Next

જ્યારે હાર્દિક પંડ્યાએ નતાશાને આંખો આંખોમાં કર્યો ઇશારો, જુઓ તસવીરો

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટૈનકોવિચ જલ્દી જ માતા પિતા બનવાના છે, તાજેતરમાં જ આ કપલે ઈન્સ્ટ્રાગ્રામ પર બેબી શાવરના ફોટા શેર કર્યા હતા. ફેને  આ તસ્વીરોને ઘણી પંસંદ કરી રહ્યાં છે. હાર્દિક અને નતાશા બન્ને સોશિયલ મીડિયામાં ઘણાં એક્ટિવ છે.

જ્યારે હાર્દિક પંડ્યાએ નતાશાને આંખો આંખોમાં કર્યો ઇશારો, જુઓ તસવીરો

નવી દિલ્હી: હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટૈનકોવિચ જલ્દી જ માતા પિતા બનવાના છે, તાજેતરમાં જ આ કપલે ઈન્સ્ટ્રાગ્રામ પર બેબી શાવરના ફોટા શેર કર્યા હતા. ફેને  આ તસ્વીરોને ઘણી પંસંદ કરી રહ્યાં છે. હાર્દિક અને નતાશા બન્ને સોશિયલ મીડિયામાં ઘણાં એક્ટિવ છે.

fallbacks

તાજેતરમાં જ હાર્દિકના ઘરે નતાશા માટે બેબી શાવર હોસ્ટ કર્યો હતો, આ દરમિયાન પંડ્યા પરિવાર હાજર રહ્યા હતા. લોકડાઉન દરમિયાન હાર્દિકે સોશિયલ મીડિયા પર નતાશાની પ્રેગ્નેંસીની જાણકારી શેર કરી હતી. હવે આ ક્રિકેટરે ઇંસ્ટાગ્રામ પર એકદમ ક્યૂટ ફોટો પોસ્ટ કર્યા છે. આ ફોટામાં બંને પ્રેમી જોડા એકબીજાની આંખોમાં મોહબતની નજરે જોઇ રહ્યા છે. 

રવિવારે સવારે નતાશા સ્ટેનકોવિચ (Natasa Stankovic) એ પણ પોતાના ઇંસ્ટાગ્રામ એક પ્યારી તસવીર શેર કરી હતી. આ ફોટોમાં તે હાર્દિક સાથે જોવા મળી રહી છે. તેમણે લખ્યું કે 'આપ મુજે પુરા કરતે હો' હાર્દિકે પણ પોતાની મંગેતરની આ પોસ્ટનો જવાબ હર્ટ ઇમોજી બનાવીને આપી દીધો. ફેન્સ આ પોસ્ટને ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેને ખૂબ શેર કરવામાં આવી છે.  

હાર્દિક અને નતાશા લોકડાઉન દરમિયાન ખુશનુમા પળ વિતાવી રહ્યા છે. તેમને એકબીજા માટે ખૂબ સમય મળી રહ્યો છે. જે સામાન્ય દિવસોમાં શક્ય નથી. હાર્દિક પંડ્યા 1 જાન્યુઆરી 2020ના આ જાહેરાત કરી હતી કે તેમને સર્બિયાની નાગરિક અને બોલિવૂડ એક્ટ્રેસ નતાશા સ્ટૈનકોવિચ સાથે દુબઈમાં સગાઈ કરી લીધી છે. હાર્દિકે લખ્યું હતું કે 'મૈ તેરા, તૂ મેરી જાને, સારા હિંદુસ્તાન'.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More