Home> Sports
Advertisement
Prev
Next

ગર્લફ્રેન્ડ Natasa Stankovic ની પ્રશંસા કરતાં Hardik Pandya એ શેર કર્યા આ સુંદર PHOTO

હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને તેમની પ્રેમિકા નતાશા સ્ટેનકોવિક મોટ મોટાભાગે ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ બંનેએ પોતાના ઇંસ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ફેન્સને જણાવ્યું હતું કે તેમના ઘરમાં નાનો મહેમાન આવવાનો છે.

ગર્લફ્રેન્ડ Natasa Stankovic ની પ્રશંસા કરતાં Hardik Pandya એ શેર કર્યા આ સુંદર PHOTO

નવી દિલ્હી: હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને તેમની પ્રેમિકા નતાશા સ્ટેનકોવિક મોટ મોટાભાગે ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ બંનેએ પોતાના ઇંસ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ફેન્સને જણાવ્યું હતું કે તેમના ઘરમાં નાનો મહેમાન આવવાનો છે. આ ગુડ ન્યૂઝ બાદ બંનેને તેમના ફેન્સને શુભેચ્છા પાઠવી છે. હવે હાર્દિક પંડ્યાએ પોતાની લેડી લવ નતાશા સાથે એક ફોટો શેર કર્યો છે જેમાં તેમણે કંઇક એવું તેમના વિશે કહ્યું છે કે જેને સાંભળીને તમે પણ કહેશો સો ક્યૂટ.  

fallbacks

હાર્દિક પંડ્યાએ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર નતાશા સાથે જે ફોટો શેર કર્યો છે તેમાં બંને એકસાથે સુંદર લાગી રહ્યા છે. નતાશાની સુંદરતાની પ્રશંસા કરતાં હાર્દિકે લખ્યું કે છે, બબ્બસ, તમે ક્યાંથી તમારા ચહેરા પર આટલો ગ્લો લાવો છો. 'હાર્દિક પડ્યાની આ પોસ્ટ તેમની લેડી લવને જરૂર પસંદ આવી હશે. આ ફોટોમાં નતાશા અને હાર્દિક કારમાં બેસેલા જોવા મળે છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

@natasastankovic__ bubs from where are you getting the glow on your face? 😍

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

તમને જણાવી દઇએ કે નતાશા ઘણી બોલીવુડની ફિલ્મો ઉપરાંત રિયાલિટી શોમાં પણ જોવા મળી છે. સલમાન ખાનના શો 'બિગ બોસ સીઝન 8'માં પણ નતાશા સ્પર્ધક તરીકે જોવા મળી હતી. ઇમરાન હાશમી અને ઋષિ કપૂરની ફિલ્મ 'ધ બોડી'ના એક ગીતમાં નતાશા સ્ટેનકોવિક છેલ્લે જોવા મળી હતી. મૂળ રૂપથી નતાશા સર્બિયાની રહેવાસી છે.

પ્રકાશ ઝાની ફિલ્મ 'સત્યાગ્રહ'થી તેણે બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. હાર્દિક અને નતાશાએ ગત વર્ષે દુબઇમાં સગાઇ કરી હતી. સગાઇ બાદ હાર્દિકે સોશિયલ મીડિયા પર ફેન્સને આ વિશે જાણકારી આપી હતી. નતાશા અને હાર્દિક જલદી લગ્નના બંધનમાં બંધાઇ જશે. હાલ નતાશા પોતાને પ્રેગનેન્સી એન્જોય કરી રહી છે.   

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More