નવી દિલ્હી: ભારત ફરી એકવાર કોરોના વાયરસ મહામારી વિરૂદ્ધ જંગ લડી રહ્યું છે અને આ લડાઇમાં તેનો સાથે આપવા માટે ઘણી દિગ્ગજ હસ્તીઓ આગળ આવી છે. જેમાં નવું નામ ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya)નું છે. હાર્દિક પંડ્યાએ જણાવ્યું કે તેમણે દેશના ગ્રામીણ વિસ્તારોમાં 200 ઓક્સિજન કનસંટ્રેટર દાન કરવાનો નિર્ણય કર્યો છે.
હાર્દિક પંડ્યાએ ચેન્નઇ સુપર કિંગ્સના વિરૂદ્ધ મેચ પહેલાં કહ્યું કે 'અમે જાણીએ છીએ કે દેશ કયા પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. મેડિકલ સ્ટાફ, ફ્રંટલાઇન વર્કર અને તે તમામ લોકોનો ધન્યવાદ જે આ કઠિન સમયમાં આગળ આવ્યા છે અને કોવિડ 19 સામે જંગમાં ભારતનો સાથ આપી રહ્યા છે. તેમણે કહ્યું કે તેમના મોટાભાઇ કૃણાલ પંડ્યા, તે પોતે તેમને માતાની સાથે જરિયાતમંદોની મદદની રીત શોધી રહ્યા છે.
સરકારે વધારી સમય મર્યાદા, વર્ષ 2019-20 નું ITR આ તારીખ સુધી કરી શકાશે ફાઇલ
તેમણે કહ્યું કે અમે દેશના ગ્રામીણ વિસ્તારોમાં 200 ઓક્સિજન કનસંટ્રેટર દાન કરવાનો નિર્ણય કર્યો છે. મને લાગે છે કે મેડિકલ ઇંન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સહયોગની જરૂર છે. આપણે જાણીએ છીએ કે આ ખૂબ મુશ્કેલ સમય છે પરંતુ આ કહેવાનું એક માધ્યમ છે કે જે પણ જરૂરિયાતમંદ છે તેમના માટે કોઇ પ્રાર્થના કરી રહ્યું છે.
દેશ જ નહી, વિદેશના ઘણા ક્રિકેટરોએ પણ ભારતની આ મહામારી વિરૂદ્ધ લડાઇમાં મદદનો નિર્ણય કર્યો છે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી બ્રેટ લી અને પેંટ કમિંસે પણ મોટી રકમ દાન કરી છે. લીએ લગભ્ગ 41 લાખ તો કમિંસએ લગભગ 37 લાખ રૂપિયા ભારતને દાન કર્યા છે. તો મહાન બેટ્સમેન સચિન તેડુંલકરે એક કરોડની રકમ દાન કરવાનો નિર્ણય કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે