Home> Sports
Advertisement
Prev
Next

ક્રિકેટર હરમનપ્રીત કૌરની DSP પદ પરથી હકાલપટ્ટી, આપ્યું હતું નકલી ડિગ્રી સર્ટિફિકેટ

તે પહેલી માર્ચના રોજ ડીએસપી તરીકે પંજાબ પોલીસમાં જોડાઈ હતી

ક્રિકેટર હરમનપ્રીત કૌરની DSP પદ પરથી હકાલપટ્ટી, આપ્યું હતું નકલી ડિગ્રી સર્ટિફિકેટ

નવી દિલ્હી : ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ટી20 ફોર્મેટની કેપ્ટન હરમનપ્રીત કૌરની માર્કશીટ નકલી હોવાની પુષ્ટિ થયા પછી હવે તેની પંજાબ પોલીસની ડીસીપીની નોકરી પર તલવાર લટકી રહી છે. રમતજગતના ક્ષેત્રમાં ઉત્તર પ્રદર્શન કરનાર ખેલાડીઓને જે-તે રાજ્ય સરકાર દ્વારા સ્પોર્ટ ક્વોટા હેઠળ સરકારી નોકરી આપવાની જોગવાઈઓ છે. આવી જ રીતે ભારતીય મહિલા ટી-20 ક્રિકેટ ટીમના કેપ્ટન હરમનપ્રીત કૌરની પંજાબ સરકારે DSP તરીકે વરણી કરી હતી. જો કે પોલીસ વેરિફિકેશન દરમિયાન હરમનપ્રીત કૌરની ગ્રેજ્યુએશનની ડિગ્રી ખોટી નીકળતાં પંજાબ સરકારે તેને DSP પદ પરથી હટાવી દીધી હોવાના તેમજ તેનું કોન્સ્ટેબલના પદ પર ડિમોશન કરવાના મામલે વિચારણા થઈ રહી હોવાના સમાચાર છે. હાલમાં હરમનપ્રીત કૌરની પસંદગી 2016-17ની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર તરીકે કરવામાં આવી હતી. 

fallbacks

ટાઇમ્સ ઓફ ઇન્ડિ્યાના સમાચાર પ્રમાણે પહેલી માર્ચના રોજ ડીએસપી તરીકે પંજાબ પોલીસમાં જોડાઈ હતી. દસ્તાવેજોમાં તેણે મેરઠની ચૌધરી ચરણ સિંહ યુનિવર્સિટી દ્વારા ઈશ્યૂ કરેલ ગ્રેજ્યુએશનની ડિગ્રી પણ જમા કરાવી હતી. પંજાબ પોલીસના સુત્રોનું કહેવું છે કે તે માત્ર 12 પાસ છે અને આ કારણે કોન્સ્ટેબલના પદ માટે જ યોગ્યતા ધરાવે છે. તે બીએ પાસ ન હોવાના કારણે તેને DSPનું પદ ન આપી શકાય. 

હરમનપ્રીત કૌરના મેનેજરનું કહેવું છે કે આ મામલે અમને પંજાબ પોલીસ તરફથી કોઈ સત્તાવાર પત્ર નથી મળ્યો. આ હરમનપ્રીતની એ જ ડિગ્રી છે જે રેલવેમાં નોકરી દરમિયાન જમા કરાવવામાં આવી હતી. એ નકલી કઈ રીતે હોઈ શકે?

મહિલા વિશ્વકપ 2017માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ધમાકેદાર 171 રનની ઇનિંગ કરીને ભારતને ફાઇનલમાં પહોંચાડનાર હરમનપ્રીત આ પહેલાં પણ વિવાદમાં ઘેરાઈ હતી. પંજાબ પોલીસની નોકરી જોઈન કરતા પહેલાં તે પશ્ચિમ રેલવેમાં કાર્યરત હતી પણ પંજાબ પોલીસની નોકરી માટે તેણે પશ્ચિમ રેલવેનો બોન્ડ તોડ્યો હતો. આખરે મામલો રેલવે મંત્રી પિયુષ ગોયલ પાસે પહોંચ્યો હતો અને તે માંડમાંડ પંજાબ પોલીસની નોકરી જોઇન કરી શકી હતી. હવે આ નોકરીમાં નકલી ડિગ્રીનો વિવાદ ઉખળ્યો છે. 

હરમનપ્રીત કૌરના પિતા હરમિંદર સિંહે આ તમામ તપાસને ખોટી જણાવી છે પણ આ મામલે તેઓ કોઈ સ્પષ્ટતા નથી કરી શક્યા.

રમતજગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક... 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More