ભારતીય ક્રિકેટર યુજવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા વચ્ચે કથિત ડિવોર્સની ચર્ચાઓ ગરમ છે. બંનેએ ઈન્સ્ટાગ્રામ પર એરબીજાને અનફોલો કરવાના અને સાથે પડાવેલી તસવીરો ડિલીટ કર્યા બાદ ડિવોર્સની અફવાઓએ જોર પકડ્યું છે. આ બધા વચ્ચે એક નવી જાણકારી સામે આવી છે. યુજવેન્દ્ર ચહલ હાલમાં જ કથિત રીતે મુંબઈમાં એક મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો.
કોણ છે એ મિસ્ટ્રી ગર્લ
ધ ન્યૂ ઈન્ડિયન દ્વારા શેર કરાયેલા વીડિયો મુજબ ચહલ મુંબઈમાં એક હોટલમાં મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો છે. જ્યાં ચહલે સફેદ ઓવરસાઈઝ્ડ ટી શર્ટ અને બેગી લાઈટ બ્લ્યૂ ઝીન્સ પહેર્યું હતું. તેની સાથે હાજર છોકરી ડાર્ક લીલા રંગની ઓવરસાઈઝ્ડ સ્વેટશર્ટમાં જોવા મળી. ચહલ સાથે હાજર છોકરી વિશે ઈન્ટરનેટ પર કોઈ જાણકારી ઉપલબ્ધ નથી. જો કે રિપોર્ટ્સમાં કહેવાયું છે કે ભારતીય ક્રિકેટર હોટલમાં ફોટો પડાવતી વખતે પોતાનો ચહેરો છૂપાવતો જોવા મળ્યો.
યુજવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે પહેલીવાર ત્યારે ડિવોર્સની અટકળોએ જન્મ લીધો જ્યારે તેમણે ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કર્યા. આ પહેલા 2022માં આ કપલે પોતાના લગ્નજીવનમાં મુશ્કેલીઓ હોવાનો સંકેત આપ્યો હતો. ધનશ્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી ચહલ સરનેમ હટાવી હતી.
2020માં થયા હતા લગ્ન
યુજવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા બંનેએ હજુ અધિકૃત રીતે આ ડિવોર્સની અટકળો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. તહલે ડિસેમ્બર 2020માં ગુરુગ્રામમાં મુંબઈની ડેન્ટિસ્ટ અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા સાથે લગ્ન કર્યા હતા. બંનેની પ્રેમ કહાની તૈયારે શરૂ થઈ જ્યારે ભારતીય ક્રિકેટરે યુટ્યુબ પર ધનશ્રી વર્માની ઓનલાઈન ડાન્સ ક્લાસ માટે સાઈનઅપ કર્યું હતું. બંને વચ્ચે એક મજબૂત સંબંધ બંધાયો અને લગ્ન સુધી પહોંચ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે