Home> Sports
Advertisement
Prev
Next

AFC Asian cup: બહરીન સામે પરાજય થતા ભારતીય ફુટબોલ ટીમના કોચ કાંસ્ટેનટાઇને આપ્યું રાજીનામું

મહત્વનું છે કે, સોમવારે બહરીન સામે એશિયન કપમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમનો પરાજય થતા ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. 

  AFC Asian cup: બહરીન સામે પરાજય થતા ભારતીય ફુટબોલ ટીમના કોચ કાંસ્ટેનટાઇને આપ્યું રાજીનામું

નવી દિલ્હીઃ એએફસી એશિયન કપ 2019માં સોમવારે બહરીનની સામે થયેલા પરાજય બાદ ભારતીય ફુટબોલ ટીમના કોચ સ્ટીફન કોંસ્ટેનટાઇને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મહત્વનું છે કે, બહરીને શારજાહ સ્ટેડિયમમાં રમાયેલી કરો યા મરો મેચમાં ભારતને 1-0થી હરાવ્યું હતું. 

fallbacks

કાંસ્ટેનટાઇનના કાર્યકાળમાં ભારતીય ફુટબોલ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને ટોપ 100માં સામેલ થઈ હતી. ટીમ 13 મેચોમાં અજેય રહી હતી. કોંસ્ટેટાઇન મેચ બાદ કહ્યું, હું અનુભવી રહ્યો છું કે મારૂ કામ હવે પૂરુ થઈ ગયું છે. હવે ભારતીય ખેલાડી ચાર વર્ષના મુકાબલે સારી સ્થિતિમાં છે. 

ઉલ્લેખનીય છે કે, ઈંગ્લેન્ડના સ્ટીફન કાંસ્ટેનટાઇનને વર્ષ 2015માં ભારતીય ફુટબોલ ટીમના મુખ્ય કોચ નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમને અન્ડર-23 રાષ્ટ્રીય ટીમના પણ કોચ બનાવવામાં આવ્યા હતા. 

AFC Asian Cup 2019: બહરીન વિરુદ્ધ ભારતનો 1-0થી પરાજય

આ પહેલા પણ કાંસ્ટેનટાઇન 2002થી 2005 વચ્ચે ભારતીય ટીમના કોચ રહ્યાં હતા. કાંસ્ટેનટાઇનના કાર્યકાળમાં ભારતે વિયતનામમાં એલજી કપ જીત્યો હતો. આ સિવાય એફ્રો એશિયન ગેમ્સમાં ભારતીય ટીમ ઉપવિજેતા રહી હતી. મહત્વનું છે કે, ભારતીય ફુટબોલ ટીમના કોચ બન્યા પહેલા કાંસ્ટેનટાઇન રવાંડાની રાષ્ટ્રીય ટીમના મુખ્ય કોચ હતા. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More