Home> Sports
Advertisement
Prev
Next

World Cup માં કારમી હાર બાદ બંધ રૂમમાં ક્રિકેટર્સે શું કર્યું, સામે આવી અંદરની તસવીરો

ODI World Cup 2023 : ભારતીય ટીમ વર્લ્ડ કપમાં ફાઈનલ મેચ હારી તો તેનાથી સૌનું દિલ તૂટી ગયુ છે... આપણા ચેમ્પિયન પ્લેયર્સ પણ હતાશ અને નિરાશ નજર આવ્યા 

World Cup માં કારમી હાર બાદ બંધ રૂમમાં ક્રિકેટર્સે શું કર્યું, સામે આવી અંદરની તસવીરો

World Cup Final : રવિવારે વર્લ્ડકપ ફાઈનલમાં હારથી કરોડો ભારતવાસીઓનું દિલ તૂટી ગયું છે. છેક સેમીફાઈનલ સુધી જીતનો પરચમ લહેરાવતી ટીમ ઈન્ડિયાને છેક છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો. આ હાર ભૂડી હતી, નિરાશાજનક હતી, કારમી હતી. કોઈએ વિચાર્યું પણ ન હતું આવી હાર મળશે. ત્રીજીવાર વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ભારતનું સપનુ અધૂરું રહી ગયું. હાર બાદ સૌના ચહેરા પર નિરાશા હતા. જોકે, સૌથી વધુ દુખી હતા એ 15 ખેલાડીઓ, જે પોતાનું સપનુ સાકાર કરવાની સાવ નજીક હતા. ત્યારે કારમી હાર બાદ બંધ રૂમમાં ઈન્ડિયન ટીમના ક્રિકેટર્સે શું કર્યું, તેની તસવીરો સામે આવી છે. 

fallbacks

વર્લ્ડ કપ ફાઈનલના બીજા દિવસે બીસીસીઆઈએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક તસવીર શેર કરી છે, જેમાં ભારતીય ખેલાડીઓ હતાશ ચહેરે નજર આવી રહ્યાં છે. ટીમ ઈન્ડિયાને ફાઈનલ સુધી પહોંચાડનાર આ ચેમ્પિયન પ્લેયર્સની આ તસવીર દિલ તોડનારી છે. 

ગુજરાત પર અણધારી આફત આવી પડી! આજથી અનેક જિલ્લાઓમાં માવઠાની આગાહી

 

 

ભારતીય ટીમ મેનેજમેન્ટ અને કોચિંગ સ્ટાફે આ વર્લ્ડ કપમાં દરેક મેચ બાદ પોતાના બેસ્ટ ફીલ્ડરને એવોર્ડ આપવાની શરૂઆત કરી હતી. ટુર્નામેન્ટ પહેલા 10 મેચોમાં ટીમ ઈન્ડિયા અજેય રહી હતી, આવામાં દરેક મેચ બાદ બેસ્ટ ફીલ્ડરની એવોર્ડ સેરેમની બહુ જ ખુશનુમા માહોલમાં થતી હતી. પરંતું આ મેચમાં હાર બાદ ખેલાડીઓને હતાશા મળી હતી. 

બીસીસીઆઈએ પોતાની વેબસાઈટ પર ડ્રેસિંગ રૂમનો આ વીડિયો શેર કર્યો છે. જેમાં પ્લેયર્સની પાસે હવે કહેવા અને સાઁભળવા માટે કોઈ શબ્દ નથી રહ્યાં, બધા જાણે છે કે બધા પ્લેયર્સ આ મેચમાં ચેમ્પિયનની જેમ રમ્યા હતા. અંતિમ અને એવોર્ડ વિનિંગ સ્પર્ધામાં તેઓ ચૂકી ગયા હતા. 

હાર્ટ એટેકથી બચવા સૌરાષ્ટ્ર યુનિ.નું મોટું પગલું : ઠેરઠેર લાગ્યા પ્રવેશબંધીના પોસ્ટર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More