ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ પોતાની કરિયરમાં મોટા મોટા ધૂરંધર બોલરોના ભૂક્કા બોલાવ્યા છે. પરંતુ હાલ વિરાટ કોહલીનો સિતારો ગર્દીશમાં છે. રણજી ટ્રોફીની દિલ્હી અને રેલવે વચ્ચેની મેચમાં કોહલી પાસે શાનદાર ઈનિંગ રમવાની તક, માહોલ અને શાનદાર મંચ પણ હતો. પરંતુ એક બસ ડ્રાઈવરે આશા પર પાણી ફેરવી દીધુ. કોહલીની વિકેટ લેનારા હિમાંશુ સાંગવાને ખુલાસો કર્યો કે બસ ડ્રાઈવરે કેવી રીતે કોહલી માટે ટ્રેપ તેને સમજાવ્યું હતું.
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં વિરાટની બેટિંગ જોવા માટે ફેન્સ ઉમટી પડ્યા હતા. આખું મેદાન ખીચોખીચ હતું. વિરાટની શરૂઆત શાનદાર હતી પરંતુ તેણે જેવો હિમાંશુના બોલ પર શાનદાર ચોગ્ગો ફટકાર્યો કે શોરમીટર ઉઠ્યું. પરંતુ ત્યારબાદ બીજા જ બોલ પર હિમાંશુ સાંગવાને વિરાટ કોહલીની વિકેટ લઈ લીધી. અંદર આવતા બોલ પર કોહલીનું સ્ટમ્પ ઉડીને વિકેટકિપર પાસે જઈ પડ્યું.
શું કહ્યું હિમાંશુ સાંગવાને
હિમાંશુ સાંગવાને હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે કેવી રીતે એક બસ ડ્રાઈવરે કોહલીની નબળાઈ બતાવી હતી. તેણે કહ્યું કે, મેચ પહેલા વિરાટ કોહલી અને ઋષભ પંત દિલ્હી માટે રમશે એવી ચર્ચાઓ હતી. તે સમયે અમને ખબર નહતી કે મેચનું લાઈવ પ્રસારણ કરવાના છે. અમને ધીરે ધીરે ખબર પડી કે ઋષભ પંત નહીં રમે પરંતુ વિરાટ કોહલી રમશે અને મેચનું સીધુ પ્રસારણ થશે. હું રેલવેના ફાસ્ટ બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરું છું. દરેક ટીમના સભ્યએ મને કહ્યું કે તેમને લાગે છે કે હું વિરાટ કોહલીને આઉટ કરી દઈશ.
બસ ડ્રાઈવરે જણાવી વિરાટની નબળાઈ
હિમાંશુ સાંગવાને ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે ભલે બસ ડ્રાઈવરે તેને સલાહ આપી હતી કે વિરાટ કોહલીની નબળાઈ ઓફ સ્ટમ્પ લાઈન છે. પરંતુ તેણે પોતાની સ્ટ્રેન્થ પ્રમાણે બોલિંગ કરી. હિમાંશુએ કહ્યું કે જે બસમાં અમે મુસાફરી કરી રહ્યા હતા તે બસના ડ્રાઈવરે પણ મને કહ્યું કે તમારે વિરાટ કોહલીને ચોથા-પાંચમા સ્ટમ્પની લાઈન પર બોલિંગ કરવાની રહેશે અને પછી તે આઉટ થઈ જશે. મને મને પોતાના પર ભરોસો હતો. હું કોઈ અન્યની નબળાઈઓ કરતા મારી તાકાત પર ધ્યાન ફોકસ કરવા માંગતો હતો. મે મારી તાકાત પ્રમાણે બોલિંગ કરી અને વિકેટ મેળવી.
તેણે વધુમાં કહ્યું કે વિરાટ કોહલી માટે કોઈ ખાસ યોજના નહતી. કોચોએ અમને જણાવ્યું કે દિલ્હીના ખેલાડી આક્રમક ક્રિકેટ રમવાનું પસંદ કરે છે. તેઓ બધા સ્ટ્રોક પ્લેયર છે. અમને અનુશાસિત લાઈન પર બોલિંગ કરવા માટે કહેવાયું હતું. વિરાટ કોહલીનો ઓફ સ્ટમ્પ ચેનલ વિરુદ્ધ સંઘર્ષ જગજાહેર છે. બેટરની ટેક્નિકલ ખામીનો ફાયદો ઓસ્ટ્રેલિયન ટીમે બોર્ડર ગાવસ્કર ટ્રોફી વખતે ખુબ ઉઠાવ્યો. દ્વિપક્ષીય સિરિઝમાં વિરાટ 9માંથી 8 વખત એક જ રીતે આઉટ થયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે