નવી દિલ્હીઃ હોકી ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયામાં આગ પીડિતો (Australian Bushfire)ની મદદ માટે 25 હજાર અમેરિકન ડોલરનું દાન કર્યું છે. હોકી ઈન્ડિયાએ આ સાથે ભારતીય પુરૂષ અને મહિલા હોકી ટીમોના હસ્તાક્ષર વાળી રાષ્ટ્રીય ટીમની જર્સી પણ દાન કરી છે જે આગથી પ્રભાવિત લોકોની મદદ માટે હરાજીમાં રાખવામાં આવશે.
હોકી ઓસ્ટ્રેલિયા માટે યોગદાન
હોકી ઈન્ડિયાના પ્રમુખ મુશ્તાક અહમદે કહ્યું, 'હોકી ઈન્ડિયા અને ભારતમાં હોકી સમુદાય ઓસ્ટ્રેલિયામાં વિનાશકારી આગથી દુખી છે. હોકી ઈન્ડિયા અને ભારતીય હોકી સમુદાય તરફથી અમે ઓસ્ટ્રેલિયાને અમારૂ યોગદાન આપવા ઈચ્છીએ છીએ.'
હોકી ઓસ્ટ્રેલિયાએ માન્યો આભાર
હોકી ઓસ્ટ્રેલિયાના અધ્યક્ષ મલાની વૂસનેમે આ માટે હોકી ઈન્ડિયાના પ્રમુખ મુશ્તાક અહમદનો આભાર માન્યો છે.
ઓસ્ટ્રેલિયન ઓપનઃ સેરેના અને ઓસાકાની જોરદાર જીત, બીજા રાઉન્ડમાં પહોંચી
હોકી ઈન્ડિયાનો આભારઃ વૂસનેમ
વૂસનેમે કહ્યું, 'અમારા દેશમાં આ વિનાશકારી સમય દરમિયાન અમારા આંતરરાષ્ટ્રીય સહયોગીઓથી મળેલા અદ્ભુત સમર્થન માટે તેમનો આભાર વ્યક્ત કરવા ઈચ્છુ છું. અમે તેનો સ્વીકાર કરીએ છીએ અને હોકી ઈન્ડિયાને તેમના વિચારો તથા રેડ ક્રોસ બુશફાયર અપીલ માટે તેમના યોગદાનનો આભાર માનીએ છીએ.'
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે