Home> Sports
Advertisement
Prev
Next

હોકીઃ બેલ્જિયમે જીત્યો વર્લ્ડ કપનો પ્રથમ મેચ, કેનેડાને 2-1થી હરાવ્યું

બેલ્જિયમ માટે ફેલિક્સ ડેનાયર અને કેપ્ટન થોમસ બ્રિલ્સે ગોલ કર્યો. કેનેડા માટે એકમાત્ર ગોલ પિયર્સને કર્યો હતો. 
 

હોકીઃ બેલ્જિયમે જીત્યો વર્લ્ડ કપનો પ્રથમ મેચ, કેનેડાને 2-1થી હરાવ્યું

ભુવનેશ્વરઃ બેલ્જિયમે 14માં હોકી વિશ્વ કપમાં જીત સાથે શરૂઆત કરી છે. તેણે કલિંગા સ્ટેડિયમમાં રમાયેલી ગ્રુપ-સીના પોતાના પ્રથમ મેચમાં કેનેડાને 2-1થી હરાવી દીધું હતું. આ મેચમાં બેલ્જિયમ માટે ફેલિક્સ ડેનાયર અને કેપ્ટન થોમસ બ્રિલ્સે ગોલ કર્યો હતો. કેનેડા માટે પિયર્સને એકમાત્ર ગોલ કર્યો હતો. તેના બંન્ને ગોલ ફીલ્ડ ગોલ હતા. ગુરૂવારે (29 નવેમ્બર) આર્જેન્ટીના વિરુદ્ધ પ્લેન અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ફ્રાન્સની ટક્કર થશે. 

fallbacks

વર્લ્ડ નંબર-3 બેલ્જિયમે ત્રીજી જ મિનિટમાં ફેલિક્સ ડેનાયરે ગોલ સ્કોર કરતા પોતાની ટીમનું ખાતું થોલ્યું હતું. ત્યારબાદ ઘણા સમય સુધી વર્લ્ડ નંબર-11 કેનેડાએ બેલ્જિયમને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. 12મી મિનિટમાં થોમસ બ્રિલ્સે ગોલ કર્યો હતો. પરંતુ વીડિયો રેફરલ બાદ આ ગોલને રદ્દ કરી દેવામાં આવ્યો હતો. બીજા ક્વાર્ટરની શરૂઆત બાદ 20મી મિનિટમાં બેલ્જિયમને પેનલ્ટી કોર્નર પર ગોલની તક મળી હતી, પરંતુ તે અસફળ રહી હતી. ત્યારબાદ પ્રથમ ક્વાર્ટરમાં ગોલની તકને ગુમાવનાર કેપ્ટન બ્રિલ્સે 22મી મિનિટમાં ઓર્થન વેન તરફથી મળેલા પાસને સીધો કેનેડાના ગોલ પોસ્ટમાં પહોંચાડીને બેલ્જિયમનો સ્કોર 2-0 કરી દીધો હતો. 

ત્રીજા ક્વાર્ટમાં બંન્ને ટીમો સંઘર્ષ કરતી રહી, પરંતુ બંન્ને ટીમોને અસફળતા હાથ લાગી હતી. ત્યારબાદ ચોથા ક્વાર્ટરમાં કેનેડાને 47મી મિનિટે મેચનો પ્રથમ પેનલ્ટી કોર્નર મળ્યો, પરંતુ તે પોતાનું ખાતું ખોલવામાં અસફળ રહ્યું હતું. ત્યાર પછીની બે મિનિટમાં ટીમને વધુ એક પેનલ્ટી કોર્નર મળ્યો, જેમાં માર્ક પિયર્સને ગોલ કરીને કેનેડાનો સ્કોર 1-2 કરી દીધો હતો. કેનેડાની ટીમ ત્યારબાદ ગોલ ન કરી શકી અને તેનો બેલ્જિયમ વિરુદ્ધ 1-2થી પરાજય થયો હતો. 

યજમાન ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો પણ આ ગ્રુપમાં છે. કેનેડાનો આગામી મુકાબલો 2 ડિસેમ્બરના દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ છે, તો બેલ્જિયમ ભારત સામે ટકરાશે. ત્યારબાદ આઠ ડિસેમ્બરે બેલ્જિયમ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકાની ટક્કર થશે. આજ દિવસે યજમાન ભારત કેનેડા સામે ટકરાશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More