Home> Sports
Advertisement
Prev
Next

Hockey World Cup 2018: કેનેડા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ 1-1થી ડ્રો

દક્ષિણ આફ્રિકાએ 43મી મિનિટે મેચનો પ્રથમ ગોલ કર્યો હતો. કેનેડાએ બે મિનિટ બાદ જ ગોલ કરીને સ્કોર 1-1થી બરોબર કરી દીધો હતો. 
 

 Hockey World Cup 2018: કેનેડા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ 1-1થી ડ્રો

ભુવનેશ્વરઃ હોકી વિશ્વકપના નવમો મેચ કેનેડા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 1-1થી ડ્રો રહ્યો હતો. આ મેચ ઓડિશાના કલિંડા સ્ટેડિયમમાં રમાયો હતો. આ મેચ ડ્રો જવાને કારણે કેડેના અને દક્ષિણ આફ્રિકાનું ટૂર્નામેન્ટમાં જીતનું ખાતુ હજુ ખુલ્યું નથી. પહેલા ક્વાર્ટરની સમાપ્તિ દરમિયાન વર્લ્ડ નંબર-15 દક્ષિણ આફ્રિકાને પેનલ્ટી કોર્નર પર ગોલ કરવાની બે તક મળી હતી, પરંતુ બંન્ને અવસર ગુમાવી દીધા હતા. બંન્ને ટીમ એકબીજા વિરુદ્ધ સંઘર્ષ કરતી રહી પરંતુ કોઈને સફળતા મળી નહતી. 

fallbacks

આ બંન્ને ટીમો વચ્ચે પ્રથમ હાફ ગોલવિહોણો રહ્યો હતો. કેનેડા અને દક્ષિણ આફ્રિકાએ પોતાની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્રીજા ક્વાર્ટરમાં ઘણા સમય બાદ વર્લ્ડ નંબર-11 કેનેડાનો પેનલ્ટી કોર્નર પર ગોલ કરવાની તક મળી પરંતુ ટીમે આ તક ગુમાવી દીધી હતી. 

આખરે 42મી મિનિટે દક્ષિણ આફ્રિકાનું ભાગ્ય ખૂલ્યું અને નકોબાઇલ નટુલીએ ગોલ કર્યો હતો. ત્યારબાદ કેનેડાએ પણ 45મી મિનિટે ગોલ કરીને સ્કોર 1-1થી બરોબર કરી દીધો હતો. 

IND vs BEL, Hockey World Cup: ભારત અને બેલ્જિયમ વચ્ચે ગ્રુપ-સીનો મુકાબલો ડ્રો

ચોથા ક્વાર્ટરમાં પણ બંન્ને ટીમો વચ્ચે સંઘર્ષ જોવા મળ્યો પરંતુ બંન્ને ટીમ ગોલ કરવામાં અસફળ રહી આ કારણે મેચ 1-1થી ડ્રો રહ્યો હતો. ગ્રુપ-સીના પ્રથમ મેચમાં કેનેડાને બેલ્જિયમે અને દક્ષિણ આફ્રિકાને ભારતે પરાજય આપ્યો હતો. 

દક્ષિણ આફ્રિકાનો આગામી મુકાબલો આઠ ડિસેમ્બરે બેલ્જિયમ સાથે અને કેનેડા આજ દિવસે ભારત સામે રમશે. તેવામાં બંન્ને ટીમો પાસે ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવવાની હજુપણ તક છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More