Home> Sports
Advertisement
Prev
Next

હોકી વર્લ્ડ કપ: ઓસ્ટ્રેલિયાએ ફ્રાંસને હરાવ્યું, સેમીફાઇનલમાં ભારત વિરૂદ્ધ થઇ શકે છે મુકાબલો

ઓડિશામાં ચાલી રહેલા 14મા હોકી વર્લ્ડકપમાં વર્લ્ડ નંબર-1 ઓસ્ટ્રેલિયા હોકી ટીમે બુધવારે ફ્રાંસની ટીમને એક તરફી અંદાજમાં 3-0થી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ પ્રકારે પોતાના પ્રદર્શનથી બધાનું દિલ જીતનાર ફ્રાંસની ટીમનું હોકી વર્લ્ડ કપમાં અભિયાન બુધવારે ક્વાર્ટર ફાઇનલમાં ગત વે વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાના સામે 3-0થી મળેલી હાર સાથે સમાપ્ત થઇ ગયું. 

હોકી વર્લ્ડ કપ: ઓસ્ટ્રેલિયાએ ફ્રાંસને હરાવ્યું, સેમીફાઇનલમાં ભારત વિરૂદ્ધ થઇ શકે છે મુકાબલો

ભુવનેશ્વર: ઓડિશામાં ચાલી રહેલા 14મા હોકી વર્લ્ડકપમાં વર્લ્ડ નંબર-1 ઓસ્ટ્રેલિયા હોકી ટીમે બુધવારે ફ્રાંસની ટીમને એક તરફી અંદાજમાં 3-0થી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ પ્રકારે પોતાના પ્રદર્શનથી બધાનું દિલ જીતનાર ફ્રાંસની ટીમનું હોકી વર્લ્ડ કપમાં અભિયાન બુધવારે ક્વાર્ટર ફાઇનલમાં ગત વે વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાના સામે 3-0થી મળેલી હાર સાથે સમાપ્ત થઇ ગયું. 
 
પૂલ-બીમાં ત્રણેય મેચ જીતીને ટોચના સ્થાને રહેનાર ઓસ્ટ્રેલિયાએ અહીં કલિંગા સ્ટેડિયમમાં રમાયેલી ક્વાર્ટર ફાઇનલના મુકાબલામાં જોરદાર શરૂઆત કરી હતી. ટીમે ચોથી મિનિટમાં જ પેનલ્ટી કોર્નરને ગોલમાં બદલી 1-0ની બઢત બનાવી લીધી. ઓસ્ટ્રેલિયા માટે આ ગોલ જેરેમી હૈવર્ડે કર્યો. ત્યારબાદ બીજી ક્વાર્ટરમાં પણ ટીમે વધુ એક ગોલ કરી પોતાની બઢત બમણી કરી દીધી. ટીમ માટે આ ગોલ 19મી મિનિટમાં બ્લેક ગોવર્સએ પેનલ્ટી કોર્નર કરી દીધો. 

fallbacks

આકરો મુકાબલો કર્યો ફ્રાંસે
દુનિયાની નંબર વન અને 20મી રેકિંગવાળી ટીમ વચ્ચે આ મુકાબલો આમ તો મિસમેચ હતો પરંતુ ફ્રાંસે ઓસ્ટ્રેલિયાને વિશાળ અંતરથી જીતવાની તક ન આપી. તો બીજી તરફ ફ્રાંસની ટીમ પહેલી મિનિટમાં કરી દેત પરંતુ તેની ફોરવર્ડ પંક્તિએ તક ગુમાવી દીધી. 

હાફ ટાઇમ સુધી 2-0ની બઢત લીધા બાદ ઓસ્ટ્રેલિયાઇ ટીમે ત્રીજા ક્વાર્ટરમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું. ટીમને આ વખતે બઢત અપાવવાની જવાબદારી એરાન લેવસ્કીએ સંભાળી જેમણે 37મી મિનિટમાં પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવી ઓસ્ટ્રેલિયાને 3-0થી આગળ કરી દીધું. ગત વખતે ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાઇ ટીમ ચોથા ક્વાર્ટરમાં કોઇ ગોલ ન કરી શકી. 

આ જીત સાથે જ ઓસ્ટ્રેલિયા રેકોર્ડ 11મી વખત વર્લ્ડ કપ સેમીફાઇનલમાં પહોંચી ગયું છે અને તેની પાસે ખિતાબની હેટ્રિક લગાવવાની સોનેરી તક છે. તો બીજી તરફ 28 વર્ષ બાદ વર્લ્ડકપ રમી રહેલી ફ્રાંસની ટીમને પૂલ ચરણમાં જ દુનિયાની બીજા નંબર ટીમ અને રિયો ઓલંપિક ચેમ્પિયન આર્જેટિનાને હરાવીને બધાને ચોંકાવી દીધા હતા. ફ્રાંસ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ પહેલાં 2013 બાદ અત્યાર સુધી રમાયેલી બે મેચ ન ફક્ત ઓસ્ટ્રેલિયાએ જીતી પરંતુ 17 ગોલ પણ કર્યા હતા. 

સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો સામનો ભારત અને નેધરલેંડ વચ્ચે ગુરૂવારે થનારી ક્વાર્ટર ફાઇનલ મુકાબલાના વિજેતા સામે થશે. આ પહેલાં ઇગ્લેંડ એક રોમાંચક મુકાબલામાં જર્મનીને હરાવી પહેલાં જ સેમીફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે. જ્યાં તેનો મુકાબલો જર્મની અને બેલ્જિયમ વચ્ચે ગુરૂવારે થનારી ક્વાર્ટર મુકાબલાના વિજેતા સાથે થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More