નલી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનને વિશ્વ કપ 2019મા દમદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ પસંદ કરવામાં આવ્યો હતો. વિશ્વ કપ 2019મા મેન ઓફ ધ ટૂર્નામેન્ટ પસંદ થવાના હકદાર રોહિત શર્મા, મિશેલ સ્ટાર્ક અને શાકિબ અલ હસન જેવા દમદાર ખેલાડીઓ હતા, પરંતુ કેન વિલિયમસનને આઈસીસીની સ્વતંત્ર પેનલે મેન ઓફ ધ ટૂર્નામેન્ટનો ખિતાબ આપ્યો હતો.
ઈંગ્લેન્ડ સામે સુપર ઓવરમાં થયેલા પરાજય બાદ સતત બીજીવાર ન્યૂઝીલેન્ડનું વિશ્વ ચેમ્પિયન બનવાનું સપનું તૂટી ગયું હતું. પરંતુ કેન વિલિયમસને ન્યૂઝીલેન્ડ તરફથી એકમાત્ર એવો બેટ્સમેન રહ્યો, જેણે ન માત્ર પોતાની ટીમ તરફથી બે સદી ફટકારી. આ સિવાય ટીમને લીડ કરવાની જે કુશળતા કેન વિલિયમસની તે પ્રશંસાપાત્ર રહી છે. આ કારણે તેને મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
કેન વિલિયમસનની આગેવાનીમાં કીવી ટીમે સેમિફાઇનલમાં ભારત જેવી મજબૂત ટીમને હરાવીને વિશ્વ કપ ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ફાઇનલમાં તેણે યજમાન ઈંગ્લેન્ડને મજબૂત ટક્કર આપી અને મેચ બે વાર ટાઈ કરી પરંતુ વધુ બાઉન્ડ્રી ફટકારવાના આધાર પર ઈંગ્લેન્ડની ટીમ વિજેતા જાહેર કરવામાં આવી હતી.
આઈસીસીએ જાહેર કરી ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટ, વિલિયમસન કેપ્ટન, ભારતના બે ખેલાડીને મળ્યું સ્થાન
કેન વિલિયમસને આ વિશ્વ કપની 9 ઈનિંગમાં 82.57ની એવરેજથી 578 રન બનાવ્યા, જેમાં બે સદી અને 2 અડધી સદી સામેલ છે. પરંતુ રન બનાવવાના મામલામાં તે રોહિત શર્મા (648 રન, 5 સદી) અને ડેવિડ વોર્નર (647 રન, 3 સદી) અને શાકિબ અલ હસન (606 રન, 2 સદી, 11 વિકેટ) બાદ ચોથો ખેલાડી બતી. કીવી કેપ્ટને 578 રનની સાથે બે વિકેટ પણ પોતાના નામે કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે