Home> Sports
Advertisement
Prev
Next

જ્યારે વિરાટ કોહલીને કહેવું પડ્યું- 'હું માફી માંગુ છું, મને બેન મત કરો'

વિરાટ કોહલીએ 2012માં સિડની ટેસ્ટ દરમિયાન મેદાન પર દર્શકોના મેણા બાદ જ્યારે તેમણે દર્શકો તરફ જોઇને મિડલ ફિંગર દેખાડતા કેમેરામાં કેદ કરી લેવામાં આવ્યા તો પછી તેમને મેચ રેફરીના ગુસ્સાનો સામનો કરવો પડ્યો. 

જ્યારે વિરાટ કોહલીને કહેવું પડ્યું- 'હું માફી માંગુ છું, મને બેન મત કરો'

નવી દિલ્હી: ભારતના કેપ્ટન વિરાટ કોહલીને મેદાન પર તેમના આક્રમક વહેવાર માટે ઓળખવામાં આવે છે. જોકે હવે મેદાન પર તેમનો ગુસ્સો વિરોધ ટીમના ખેલાડીઓ પર જ વધુ વરસે છે પરંતુ એક સમય હતો જ્યારે તે દર્શકોની સાથે પણ ખૂબ ખરાબ વહેવાર માટે પણ બદનામ હતા અને એકવાર તો તેમને માફી પણ માંગવી પડી હતી. 

fallbacks

આ વાતનો ખુલાસો ખુદ વિરાટ કોહલીએ કર્યો છે. ક્રિકેટ મેગેજીન વિઝડનને આપેલા ઇન્ટરવ્યૂમાં વિરાટે વર્ષ 2012ની તે ઘટના વિશે વાત કરી છે જ્યારે તેમને દર્શકોને આંગળી બતાવી  (મીડલ ફિંગર)વાળા મુદ્દે મેચ રેફરી પાસે માફી માંગવી પડી હતી. વિરાટ કોહલીએ 2012માં સિડની ટેસ્ટ દરમિયાન મેદાન પર દર્શકોના મેણા બાદ જ્યારે તેમણે દર્શકો તરફ જોઇને મિડલ ફિંગર દેખાડતા કેમેરામાં કેદ કરી લેવામાં આવ્યા તો પછી તેમને મેચ રેફરીના ગુસ્સાનો સામનો કરવો પડ્યો. 

મેચ રેફરી રંજન મુદગલે તેમને પૂછ્યું કે 'કાલે બાઉંડ્રી લાઇન પર શું થયું હતું?' વિરાત કોહલીએ તેને ટાળવાનો પ્રયત્ન કર્યો તો રેફરીએ ઘણા સમાચાર પત્ર તેમની તરફ ફેંક્યા જેના ફ્રંટ પેજ પર કોહલીનો ફોટો હતો. કોહલીના અનુસાર આ જોઈને તે શરમમાં મુકાઇ ગયા અને તેમણે રેફરીની માફી માંગતા કહ્યું કે મને બેન મત કરો.'

વિરાટ કોહલીને આ મેચમાં માફ તો કરી દેવામાં આવ્યો પરંતુ આ ઘટનાને વિરાટ કોહલી પોતાના કેરિયરની સૌથી શરમજનક ઘટના ગણે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More