Home> Sports
Advertisement
Prev
Next

કોહલીની ધોનીને સ્પેશ્યલ સેલ્યુટ, યાદ કરી તે રાત અને તે રેસ...

મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીની (Virat Kohli) જુગલબંધી જગજાહેર છે. બંન્ને ખેલાડીઓ મેદાનની અંદર અને બહાર એક બીજાને સન્માન આપતા જોવા મળે છે. આ તરફ એમએસ ધોની (MS Dhoni) ગુરૂવારે ત્યારે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યા, જ્યારે વિરાટ કોહલીએ એક તસ્વીર શેર કરી. કોહલીએ ટ્વીટર પર આ ફોસો શેર કર્યો છે. જેમાં મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni)  પ્રત્યે પોતાનું સન્માન પણ વ્યક્ત કર્યું છે.

કોહલીની ધોનીને સ્પેશ્યલ સેલ્યુટ, યાદ કરી તે રાત અને તે રેસ...

નવી દિલ્હી : મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીની (Virat Kohli) જુગલબંધી જગજાહેર છે. બંન્ને ખેલાડીઓ મેદાનની અંદર અને બહાર એક બીજાને સન્માન આપતા જોવા મળે છે. આ તરફ એમએસ ધોની (MS Dhoni) ગુરૂવારે ત્યારે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યા, જ્યારે વિરાટ કોહલીએ એક તસ્વીર શેર કરી. કોહલીએ ટ્વીટર પર આ ફોસો શેર કર્યો છે. જેમાં મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni)  પ્રત્યે પોતાનું સન્માન પણ વ્યક્ત કર્યું છે.

fallbacks

fallbacks

હવે પાણીના રસ્તે ઘૂસણખોરીની ફિરાકમાં પાકિસ્તાન, LoCના લોન્ચ પેડ નજીક જોવા મળી રબરની બોટ
વિરાટ કોહલીએ ફોટો ટ્વીટ કર્યો તે ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Australia) વચ્ચેની મોહાલીમાં થયેલી મેચનો છે. આ મેચ 2016માં ટી20 વર્લ્ડ કપ દરમિયાન થયો હતો. કોહલીએ તસ્વીર સાથે લખ્યું કે, હું આ મેચ ક્યારે પણ ભુલી શકું નહી. આ ખુબ જ ખાસ રાત હતી, જ્યારે આ વ્યક્તિએ મને ફિટનેસ ટેસ્ટ હોય તેવી રીતે દોડાવ્યો હતો.

કાશ્મીર ભારતનું અભિન્ન અંગ, 370 મુદ્દે અમે દેશની સાથે છીએ: જમીયત-એ-ઉલેમા હિન્દ

MPમાં હેરાન પરેશાન લોકોએ દેડકા-દેડકીના છૂટાછેડા કરાવી દીધા, કારણ જાણી ચોંકી જશો
આ તસ્વીરમાં મેચ પુર્ણ થયા બાદ વિરાટ કોહલી ઘુંટણીએ પડીને ઉજવણી કરી રહ્યો છે. એમએસ ધોની તેની તરફ જતા જો વા મળે છે. ઓસ્ટ્રેલિયા આ મેચમાં ભારતને 161 રનનું લક્ષ્ય આપ્યું હતું. ભારતીય ટીમની આ મેચ પાંચ બોલ રહેવા દરમિયા 6 વિકેટથી જીતી લીધી હતી. વિરાટ કોહલીએ આ મેચમાં ભારત તરફથી સૌથી વધારે 82 રન (51 બોલમાં) ફટકાર્યા હતા. એમએસ ધોનીએ 10 બોલમાં 18 રન બનાવ્યા હતા. આ બંન્નેએ 31 બોલ પર 67 રનની અણનમ ભાગીદારી કરી હતી. સોશિયલ મીડિયામાં અનેક લોકોએ તેવો ક્યાસ લગાવ્યો કે ધોનીએ સન્યાસનો નિર્ણય લીધો છે. તેમણે તેની માહિતી વિરાટને આપી દીધી છે. એટલા માટે વિરાટે આ ટ્વીટ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ધોનીએ આઇસીસી વર્લ્ડ કપ બાદ એક પણ મેચ રમી નથી. જ્યારે ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝ મુલાકાતે હતી ત્યારે તે સેના સાથે હતા. હવે દક્ષિણ આફ્રિકા ટીમ ભારત આવવાની. ધોનીની પસંદગી આ સીરિઝ માટે પણ નથી થઇ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More