કેપટાઉનઃ Virat Kohli Press Conference India vs South Africa: ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સિરીઝની ત્રીજી અને નિર્ણાયક મેચ કેપટાઉનમાં 11 જાન્યુઆરીથી રમાશે. આ મેચ કેપ્ટન વિરાટ કોહલી માટે ખાસ હશે. આ તેના કરિયરની 99મી ટેસ્ટ હશે. કોહલીએ આ મુકાબલા પહેલાં પત્રકાર પરિષદ કરી છે. તેણે ખુદની ફિટનેસ પર અપડેટ આપ્યું છે. કોહલીની આ માહિતી ભારતીય ટીમ માટે રાહતના સમાચાર લાવી છે. પરંતુ આફ્રિકા સામે ત્રીજી ટેસ્ટ પહેલા ભારતીય ટીમને એક ઝટકો લાગ્યો છે.
ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન કોહલીએ પત્રકાર પરિષદમાં કહ્યું- હું સંપૂર્ણ રીતે ફિટ છું અને કેપટાઉન ટેસ્ટમાં રમીશ. તેમણે ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજની ઈજા પર અપડેટ આપ્યું છે. કોહલીએ કહ્યુ- સિરાજ કેપટાઉન ટેસ્ટમાં રમશે નહીં. તે હજુ ઈજામાંથી બહાર આવ્યો નથી. અમે આ ફાસ્ટ બોલરને લઈને જોખમ ન લઈ શકીએ.
કોહલીએ રવીન્દ્ર જાડેજાનો ઉલ્લેખ કરતા કહ્યુ- જાડેજાની વેલ્યૂ દરેક જાણે છે. પરંતુ અશ્વિને સિરીઝમાં સારૂ પ્રદર્શન કર્યુ છે. તે ટીમ માટે પોતાનું યોગદાન આપી રહ્યો છે. જાડેજા ઈજાગ્રસ્ત છે. જેથી અશ્વિન તેની ગેરહાજરીમાં બહુમૂલ્ય યોગદાન આપી રહ્યો છે.
આ પણ વાંચોઃ NOVAK DJOKOVIC ની વિઝા કેસમાં જીત, કોર્ટે ઓસ્ટ્રેલિયન ઓપનમાં પ્રવેશવાની આપી પરવાનગી
વિરાટે અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારાના પ્રદર્શન પર ઉઠી રહેલા સવાલો પર કહ્યુ- પુજારા અને રહાણેનો અનુભવ ટીમ માટે પ્રાઇઝલેસ છે. અમે ઓસ્ટ્રેલિયામાં તેના પ્રદર્શનને જોયું છે. અમે ક્યારેય ખેલાડીઓને પેચીદી સ્થિતિમાં ન મુકવા જોઈએ.
મહત્વનું છે કે ભારત અને આફ્રિકા વચ્ચે અત્યાર સુધી ટેસ્ટ સિરીઝમાં બે મેચ રમાઈ છે. આ દરમિયાન ભારતે એકમાં જીત તો એકમાં હારનો સામનો કર્યો છે. આ સિરીઝની અંતિમ મેચ કાલથી કેપટાઉનમાં રમાશે. આ મુકાબલો નિર્ણાયક સાબિત થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે