Home> Sports
Advertisement
Prev
Next

50 દિવસ હોસ્પિટલમાં પસાર કર્યાં, 8 વર્ષ બાદ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો

માનસીએ 2015મા ઈંગ્લેન્ડમાં રમાયેલી પેરા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મિક્સ્ડ ડબલ્સનો સિલ્વર મેડલ હાસિલ કર્યો હતો. આ તેનો પ્રથમ મોટો મેડલ હતો. આ ટૂર્નામેન્ટથી ગોલ્ડ જીતવાની તૈયારી પણ શરૂ કરી દીધી હતી.
 

50 દિવસ હોસ્પિટલમાં પસાર કર્યાં, 8 વર્ષ બાદ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો

નવી દિલ્હીઃ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં દેશને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવનાર સ્ટાર ખેલાડી પીવી સિંધુ સ્વદેશ પરત આવી ચુકી છે. તેણે આ ટૂર્નામેન્ટમાં પોતાનો પ્રથમ ગોલ્ડ અને કુલ પાંચમો મેડલ હાસિલ કર્યો હતો. સિંધુ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બે બ્રોન્ઝ અને બે સિલ્વર મેડલ જીતી ચુકી છે. પરંતુ સ્વિટ્ઝર્લેન્ડના બાસેલમાં દેશનું નામ રોશન કરનારી સિંધુ એકમાત્ર ભારતીય બેડમિન્ટન ખેલાડી નહતી. પરંતુ માનસી જોશીએ પણ ત્યાં યોજાયેલી પેરા વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. 

fallbacks

પરંતુ માનસી જોશીની કહાની પીવી સિંધુની જેમ સીધી અને સરળ નથી. માનસીએ નવ વર્ષની ઉંમરે આ રમત રમવાનું શરૂ કરી દીધું હતું. તેના પિતા ગિરીશ જોશી ભાષા ઓટોમિક રિચર્સ સેન્ટરમાં વૈજ્ઞાનિક તરીકે કામ કરતા હતા. તેમને બે પુત્રી અને એક પુત્ર છે. ત્રણેય બાળકો પોતાના પિતાને આદર્શ માને છે. જેઓ એક ટેનિસ ખેલાડી રહી ચુક્યા છે. 

મૂળરૂપથી રાજકોટની નિવાસી માનસીએ શરૂઆતી દિવસોમાં શાળા અને જિલ્લા સ્તર પર ઘણી ટૂર્નામેન્ટોમાં સફળતા હાસિલ કરી હતી. પરંતુ 2011મા માનસીની જિંદગીમાં એક મોટી દુર્ઘટના થઈ. હકીકતમાં માનસી સ્કૂટર પર જઈ રહી હતી ત્યારે પાછળથી એક ટ્રકે તેને જોરદાર ટક્કર મારી હતી. આ દુર્ઘટના બાદ તેનો ડાબો પગ કાપવો પડ્યો હતો. માનસી 50 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રહી હતી. પરંતુ તેણે હિંમત ન હારી અને બીજીવાર રમવાનું શરૂ કર્યું. માનસીએ નક્કી કર્યું કે તે પોતાના સપનાને મરવા દેશે નહીં. આ કારણ છે કે તેણે હૈદરાબાદમાં પુલેલા ગોપીચંદની એકેડમીમાં રજીસ્ટ્રેશન કરાવ્યું. ત્યારબાદ તેણે પોતાના સપનાને નવી પાંખ આપવાનું શરૂ કર્યું હતું. 

માનસીએ 2015મા ઈંગ્લેન્ડમાં રમાયેલી પેરા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મિક્સ્ડ ડબલ્સનો સિલ્વર મેડલ હાસિલ કર્યો હતો. આ તેનો પ્રથમ મોટો મેડલ હતો. આ ટૂર્નામેન્ટથી ગોલ્ડ જીતવાની તૈયારી પણ શરૂ કરી દીધી હતી. પરંતુ દુર્ઘટનાના આઠ વર્ષ બાદ 2019મા માનસી ગોલ્ડન સફળતા હાસિલ કરવામાં સફળ રહી હતી. 30 વર્ષની ઇલેક્ટ્રોનિક એન્જિનિયર માનસીએ પીવી સિંધુના થોડા કલાકો પહેલા ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. માનસીએ SL3 મહિલા સિંગલ્સ વર્ગની ફાઇનલમાં હમવતન પારૂલ પરમારને પરાજય આપ્યો હતો. 

સિંધુએ આ રીતે કરી વર્લ્ડ ચેમ્પિયનશિપની તૈયારી,  જુઓ Video

ગોલ્ડ મેડલ જીત્યા બાદ માનસીએ કહ્યું કે, મેં તેના માટે ખુબ મહેનત કરી હતી. હું ખુશ છું કે મારી મહેનતનું ફળ મળ્યું. આ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મારો પ્રથમ ગોલ્ડ મેડલ છે. માનસીની નાની બહેને નૂપુરે જણાવ્યું કે, હવે માનસીનો આગામી ટાર્ગેટ યોજાનારી પેરાઓલિમ્પિક ગેમ્સ પર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More