Home> Sports
Advertisement
Prev
Next

WTC Final જીતનારી ટીમ પર થશે રૂપિયાનો વરસાદ, ICCએ કરી પ્રાઇઝ મનીની જાહેરાત

ઈંગ્લેન્ડના સાઉથમ્પ્ટનમાં 18થી 22 જૂન વચ્ચે રમાનાર આ ફાઇનલ મુકાબલા માટે ભારત અને ન્યૂઝીલેન્ડે તૈયારી કરી લીધી છે.

WTC Final જીતનારી ટીમ પર થશે રૂપિયાનો વરસાદ, ICCએ કરી પ્રાઇઝ મનીની જાહેરાત

દુબઈઃ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ (WTC Final) પહેલા આઈસીસીએ ઇનામી રાશિની જાહેરાત કરી દીધી છે. ટાઇટલ મુકાબલામાં વિજેતા ટીમને 1.6 બિલિયન યૂએસ ડોલર મળશે, જે ભારતીય રૂપિયામાં લગભગ 12 કરોડ થાય છે. રનર્સઅપના ખાતામાં લગભગ 6 કરોડ રૂપિયા આવશે. મેચ ડ્રો કે ટાઈ રહેવાની સ્થિતિમાં પ્રાઇઝ મની બન્ને ટીમોને વેચી દેવામાં આવશે. 

fallbacks

ફાઇનલ માટે ખાસ નિયમ
આઈસીસીના સીઈઓ જ્યોફ એલાર્ડિસે સોમવારે તેની જાહેરાત કરી છે. મહત્વનું છે કે આ પહેલા આઈસીસીએ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે ખાસ નિયમ પણ બનાવ્યા છે, જેમાં ખરાબ હવામાન માટે એક રિઝર્વ દિવસ રાખવામાં આવ્યો છે. આ સિવાય મેચ ડ્રો કે ટાઈ રહી તો બન્ને ટીમોને સંયુક્ત રૂપથી વિજેતા જાહેર કરવામાં આવશે. આ ફાઇનલ મેચ ડ્યૂક બોલથી રમાશે. 

આ પણ વાંચોઃ આ એક ભૂલના કારણે મોહમ્મદ કેફ સાથે ધોનીને પડ્યું વાંકુ, એજ કારણે કેફની કારકિર્દી થઈ ગઈ ખતમ!

18 જૂનથી જંગ
ઈંગ્લેન્ડના સાઉથમ્પ્ટનમાં 18થી 22 જૂન વચ્ચે રમાનાર આ ફાઇનલ મુકાબલા માટે ભારત અને ન્યૂઝીલેન્ડે તૈયારી કરી લીધી છે. ન્યૂઝીલેન્ડે યજમાન ઈંગ્લેન્ડ સામે બે ટેસ્ટ મેચ રમી પોતાની તૈયારી કરી તો ભારતીય ટીમ ઇન્ટ્રા સ્કોવડ મેચ રમી રમી છે. ન્યૂઝીલેન્ડે અહીં ઈંગ્લેન્ડને પોતાના ઘરમાં 22 વર્ષ બાદ પરાજય આપી સિરીઝ કબજે કરી છે. આ શ્રેણી વિજય સાથે ન્યૂઝીલેન્ડની ટીમ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 બની ગઈ છે.

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાઇકલમાં ભારતે 17 મેચમાંથી 12 મેચ જીતી ફાઇનલની સફર નક્કી કરી તો બીજીતરફ ન્યૂઝીલેન્ડે સાત મેચ જીતી બીજા સ્થાને પોતાની સફર પૂરી કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More