Home> Sports
Advertisement
Prev
Next

ICCએ શરૂ કરી વનડે સુપર લીગ, ભારતમાં 2023 વર્લ્ડ કપ માટે થશે ક્વોલિફિકેશન

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ સોમવારના વન ડે સુપર લીગ શરૂ કરી છે જે ભારતમાં 2023માં યોજનારા વર્લ્ડ કપની ક્વોલિફાયર છે. તેનો લક્ષ્ય 50 ઓવરના ફોર્મેટને વધુ સુસંગત બનાવવાનો છે. ICCએ જણાવ્યું  હતું કે, મેજબાન ભારત અને સુપર લીગમાં ટોચ પર રહેલી આગામી સાત ટીમો સીધા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરશે. સુપર લીગની શરૂઆત વર્લ્ડ ચેમ્પિયન ઇગ્લેન્ડ અને આયર્લેન્ડ વચ્ચેની સીરીઝથી થશે.

ICCએ શરૂ કરી વનડે સુપર લીગ, ભારતમાં 2023 વર્લ્ડ કપ માટે થશે ક્વોલિફિકેશન

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ સોમવારના વન ડે સુપર લીગ શરૂ કરી છે જે ભારતમાં 2023માં યોજનારા વર્લ્ડ કપની ક્વોલિફાયર છે. તેનો લક્ષ્ય 50 ઓવરના ફોર્મેટને વધુ સુસંગત બનાવવાનો છે. ICCએ જણાવ્યું  હતું કે, મેજબાન ભારત અને સુપર લીગમાં ટોચ પર રહેલી આગામી સાત ટીમો સીધા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરશે. સુપર લીગની શરૂઆત વર્લ્ડ ચેમ્પિયન ઇગ્લેન્ડ અને આયર્લેન્ડ વચ્ચેની સીરીઝથી થશે.

fallbacks

આ પણ વાંચો:- આખરે કેમ ઋષભ પંતે ઉર્વશી રૌતેલાનો નંબર કર્યો હતો બ્લોક? જાણો આ છે કારણ

બંને દેશો વચ્ચે વન ડે સીરીઝ 30 જુલાઇથી સાઉથેમ્પ્ટનમાં રમાશે. બાકીના કાર્યક્રમની જાહેરાત પછી કરવામાં આવશે. ICCના સંચાલન જનરલ મેનેજર જ્યોફ એલાર્ડિસે કહ્યું કે, આ લીગ આગામી ત્રણ વર્ષમાં વન ડે ક્રિકેટને સાર્થકતા આપશે અને સુસંગત બનાવશે. કેમ કે, આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023ના ક્વોલિફિકેશન દાવ પર લાગ્યા હશે.

ટી-20 ક્રિકેટ ખીલી રહ્યું છે જ્યારે ટેસ્ટ ક્રિકેટ સર્વોચ્ચ પડકાર છે. એવામાં રિકી પોન્ટિંગ જેવા પૂર્વ ખેલાડીએ વન ડે ઇન્ટરનેશનલ મેચની પ્રાસંગિકતા પર સવાલ ઉઠાવ્યા છે. સુપર લીગમાં 13 ટીમ ભાગ લેશે, જેમાં આઇસીસીના 12 સંપૂર્ણ સભ્યો અને નેધરલેન્ડ સામેલ છે. નેધરલેન્ડે વર્લ્ડ ક્રિકેટ સુપર લીગ 2015-17 જીતી સુપર લીગમાં પ્રવેશ મેળવ્યો છે. સુપર લીગમાં દરેક ટીમ ત્રણ મેચની ચાર સીરીઝ સ્વદેશ અને ચાર વિદેશમાં રમશે.

આ પણ વાંચો:- ઓસ્ટ્રેલિયન ઓપન-2021 બાયો-સિક્યોર સુરક્ષિત માહોલમાં ઓછા દર્શકોની હાજરીમાં રમાશે

જે પાંચ ટીમ સુપર લીગમાં સીધી ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહેશે તે ક્વોલિફાયર 2023માં પાંચ એસોસિએટ ટીમોની સાથે ભાગ લેશે અને તેમાંથી બે ટીમ ભારતમાં યોજાનાર 10 ટીમોના વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરશે. અલાર્ડિસે કહ્યું કે, ગત સપ્તાહ વર્લ્ડ કપના આયોજન 2023ને છેલ્લા મહિનામાં કોરોના ફેલાવવાથી કોવિડ-19ના કારણે ગુમાવેલી મેચોનું આયોજન કરવાનો વધારે સમય મળશે.

આ પણ વાંચો:- સાંગાકારાને વિશ્વાસ-  ICC ચેરમેન પદ માટે સૌરવ ગાંગુલી છે બેસ્ટ

પ્રત્યેક ટીમને જીત માટે 10 પોઇન્ટ મળશે. જ્યારે ટાઇ, રદ થયેલી મેચ માટે પાંચ પોઇન્ટ આપવામાં આવશે. હાર માટે કોઇ પોઇન્ટ રહેશે નહીં. ટીમોની રેંકિંગ 8 સીરીઝથી મળેલા અંકો પર આધાર રાખશે. બે અથવા વધારે ટીમો સમાન અંક હોવા પર સ્થાન નક્કી કરવા માટે નિયમ બનાવવામાં આવ્યા છે. આઇસીસીએ કહ્યું કે, કોરોના વાયરસ મહામારીના કારણે સુપર લીગની શરૂઆતને મોકૂફ રાખવી પડી હતી. નોકઆઉટ ચરણની જરૂરત નથી. કેમ કે, પોઇન્ટ ટેબલમાં સ્થાનના આધાર પર વર્લ્ડ કપ માટે ક્વોલિફિકેશન નક્કી થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More