Home> Sports
Advertisement
Prev
Next

World Cup 2019: મુશ્કેલીમાં ઘેરાયેલા યજમાનની સામે આજે અજેય ભારતનો પડકાર

આઈસીસી વિશ્વકપ-2019ની 38મી મેચમાં આજે ભારતીય ટીમ યજમાન ઈંગ્લેન્ડ સામે ટકરાશે. ભારતીય ટીમ આ મેચમાં ઓરેન્જ જર્સીમાં ઉતરશે. 
 

World Cup 2019: મુશ્કેલીમાં ઘેરાયેલા યજમાનની સામે આજે અજેય ભારતનો પડકાર

બર્મિંઘમઃ આઈસીસી વિશ્વ કપમાં આજે (30 જૂન) ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાવાની છે. ઈંગ્લેન્ડ માટે આ મેચ જીતવી ખુબ જરૂરી છે, જો ભારત જીત મેળવે તો સેમિફાઇનલમાં તેની જગ્યા પાક્કી થઈ જશે. ઈંગ્લેન્ડે છેલ્લી બે મેચોમાં શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે ભારતનું અજેય અભિયાન જારી છે અને ટીમે અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝને છેલ્લી બે મેચોમાં પરાજય આપ્યો હતો. 

fallbacks

વિરાટ કોહલીની આગેવાની વાળી ટીમ ઈન્ડિયા 11 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર છે અને સેમિફાઇનલમાં જગ્યા પાક્કી કરવાથી માત્ર એક જીત પાછળ છે. ઈંગ્લેન્ડની ટીમનો ટૂર્નામેન્ટમાં પ્રારંભ શાનદાર રહ્યો, પરંતુ ઇયોન મોર્ગનની આગેવાની વાળી ટીમ ત્રણ મેચ ગુમાવ્યા બાદ મુશ્કેલીમાં આવી ગઈ છે. સાત મેચો બાદ ઈંગ્લેન્ડના ખાતામાં ચાર જીતની સાથે આઠ પોઈન્ટ છે. બર્મિંઘમના એઝબેસ્ટનમાં ભારતીય દર્શકો દબાવમાં ઘેરાયેલી ટીમને વધુ પરેશાન કરી શકે છે. તો ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોન અને કેવિન પીટરસનના નિવેદનથી જોની બેયરસ્ટો પર વધુ દબાવ વધી ગયો છે. 

મેચ દરમિયાન તડકો હશે અને સુકી પિચ પર ટર્ન સામાન્યથી વધુ થશે. તેવામાં બંન્ને ટીમો બે સ્પિનરોની સાથે ઉતરી શકે છે. કેટલાક વાદળા છવાયેલા રહી શકે છે, પરંતુ હાલમાં વરસાદને આશંકા નથી. આ પરિસ્થિતિઓમાં બે કલાઈના સ્પિનરોની સાથે જસપ્રીત બુમરાહનો સામનો કરવા ઈંગ્લેન્ડ માટે મુશ્કેલી પેદા કરી શકે છે. ઈંગ્લેન્ડની ટીમ પરંતુ તે વાતથી રાહત લઈ શકે છે કે તેણે પોતાની ધરતી પર છેલ્લી વનડે સિરીઝમાં ભારતને 2-1થી હરાવ્યું હતું, પરંતુ બુમરાહ તે સમયે ઈજાગ્રસ્ત હતો. 

ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ કહ્યું કે, ભારતીય ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ વધુ રણનીતિ બનાવવામાં લાગી નથી. બે મેચોમાં આઠ વિકેટ ઝડપનાર શમીએ કહ્યું, વિરોધી ટીમ વિશે વિચારવાની જગ્યાએ સારૂ છે કે અમે અમારા પ્રદર્શન પર ધ્યાન આપીએ. જો અમે સારૂ કરીએ તો અમારે વિરોધી ટીમ વિશે વિચારવાની જરૂર નથી. 

ટીમ ઈન્ડિયાના મિડલ ઓર્ડરે વધારી મુશ્કેલી 
ભારતીય ટીમ વિશે સૌથી સારી વાત છે કે તેણે અત્યાર સુધી પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું નથી, પરંતુ તે સરળતાથી જીત હાસિલ કરી રહી છે. મિડલ ઓર્ડર બેટિંગ હજુ પણ ચિંતાનો વિષય છે અને ચોથા નંબર પર વિજય શંકરનું પ્રદર્શન ચોક્કસપણે તેને નબળી કડી બનાવે છે. ટીમ મેનેજમેન્ટે અત્યાર સુધી રિષભ પંતને મેદાનમાં ઉતારવાના સંકેત આપ્યા નથી. પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું હતું, તેણે શંકર જેવા યુવા ખેલાડી પર વિશ્વાસ દેખાડ્યો છે. ટીમ મેનેજમેન્ટને લાગે છે કે તે ટીમની યોજનાઓ માટે મહત્વપૂર્ણ છે, તેથી તેમાં કોઈ ખરાબ નથી. ટીમ સારી રીતે જીતી રહી છે તેથી તેણે આ વિનિંગ કોમ્બિનેશનને બનાવી રાખવી જોઈએ. 

સંભવિત પ્લેઇંગ XI
ભારતઃ રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, વિજય શંકર, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, કેદાર જાધવ, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી. 

ઈંગ્લેન્ડઃ જેમ્સ વિન્સ, જોની બેયરસ્ટો, જો રૂટ, ઇયોન મોર્ગન, બેન સ્ટોક્સ, જોસ બટલર, ક્રિસ વોક્સ, મોઇન અલી, આદિલ રાશિદ, જોફ્રા આર્ચર, માર્ક વુડ. 

વિશ્વકપમાં ભારત-ઈંગ્લેન્ડનો રેકોર્ડ

ભારત-3, ઈંગ્લેન્ડ-3, ટાઈ- 1

1975- ઈંગ્લેન્ડનો 202 રને વિજય
1983- ભારતનો 6 વિકેટે વિજય
1987- ઈંગ્લેન્ડનો 35 રને વિજય
1992- ઈંગ્લેન્ડનો 9 રને વિજય
1999- ભારતનો 63 રને વિજય
2003- ભારતનો 82 રને વિજય
2011- મેચ ટાઈ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More