દુબઈઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ની બધા બોર્ડની સાથે સોમવારે યોજાનારી ઓનલાઇન બેઠકમાં આ વર્ષે રમાનાર ટી-20 વિશ્વકપના ભવિષ્યને લઈને નિર્ણાયક તબક્કાની ચર્ચા થશે અને ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ને આશા છે કે તેને સ્થગિત કરવામાં આવશે જેથી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું આયોજન થઈ શકે.
ટી20 વિશ્વકપનું આયોજન ઓસ્ટ્રેલિયામાં 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર વચ્ચે થવાનું છે, પરંતુ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડે વિક્યોરિયા રાજ્યમાં કોરોના વાયરસના વધતા કેસને જોતા મે મહિનામાં જ આ ટૂર્નામેન્ટન યજમાનીમાં અસમર્થતા વ્યક્ત કરી હતી.
ભારતમાં પણ કોરોના વાયરસના કેસમાં વધારો થયો છે અને તેની સંખ્યા 10 લાખને પાર પહોંચી ગઈ છે, જ્યારે મૃત્યુઆંક 26 હજારથી વધુ છે. તેવામાં આઈપીએલનું આયોજન થવાનું છે તો કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળ્યા બાદ તેનું આયોજન યૂએઈમાં થઈ શકે છે.
બીસીસીઆઈના એક સર્વોચ્ચ પરિષદના એક સભ્યએ પીટીઆઈને નામ ન જાહેર કરવાની શરત પર કહ્યું, પહેલું પગલું એશિયા કપને સ્થગિત કરવાનું હતું જે થઈ ગયું. ટી20 વિશ્વકપ ટૂર્નામેન્ટ રદ્દ કરવાની જાહેરાત બાદ અમે અમારી યોજના પર આગળ વધી શકીએ.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા કહી ચુક્યુ છે કે તે ટૂર્નામેન્ટની યજમાનીને લઈને વધુ ઉત્સુક નથી, પરંતુ તેમ છતાં નિર્ણય કરી શક્યા નથી. આ વર્ષે યોજાનાર ટી20 વિશ્વકપના ઓસ્ટ્રેલિયામાં 2022માં આયોજન કરવાની સંભાવના છે, કારણ કે હાલ ભારત 2021 ટૂર્નામેન્ટની યજમાની પોતાના અધિકારને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની સાથે બદલવા ઈચ્છતુ નથી.
ઓસ્ટ્રેલિયા આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટની યજમાની કરશે નહીં. તે ત્યારે જ સ્પષ્ટ થઈ ગયું હતું જ્યારે ક્રિકેટ બોર્ડે પોતાના ખેલાડીઓને સપ્ટેમ્બરના અંતમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ થનારી સિરીઝની તૈયારી કરવાનું કહ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે