Home> Sports
Advertisement
Prev
Next

ICCએ અચાનક કરી ટેસ્ટ રેન્કિંગની જાહેરાત...આ મહાન બેટ્સમેન વિશ્વમાં નંબર-1, ટોપ-5માં ફક્ત એક ભારતીય

ICC Test Rankings : ICC ટેસ્ટ રેન્કિંગની જાહેરાત કરવામાં આવી છે. ICC ટેસ્ટ રેન્કિંગમાં ઝિમ્બાબ્વે સામેની શાનદાર બેટિંગથી ઇંગ્લેન્ડના ટોચના 3 ક્રિકેટરોને ઘણો ફાયદો થયો છે. ત્યારે ટોપ-5માં ફક્ત એક ભારતીય ખેલાડીનો સમાવેશ થાય છે. 

ICCએ અચાનક કરી ટેસ્ટ રેન્કિંગની જાહેરાત...આ મહાન બેટ્સમેન વિશ્વમાં નંબર-1, ટોપ-5માં ફક્ત એક ભારતીય

ICC Test Rankings : ICC દ્વારા નવી ટેસ્ટ રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. ICC ટેસ્ટ રેન્કિંગમાં ઇંગ્લેન્ડના ટોપ-ઓર્ડરને ઘણો ફાયદો થયો છે. ઇંગ્લેન્ડના મહાન બેટ્સમેન જો રૂટ ટેસ્ટ રેન્કિંગમાં વિશ્વનો નંબર-1 બેટ્સમેન બન્યો છે. નોટિંગહામમાં ઝિમ્બાબ્વે સામેની એકમાત્ર ટેસ્ટમાં 58 રનની ઇનિંગ રમી હતી. 

fallbacks

ટેસ્ટ રેન્કિંગમાં વિશ્વના ટોપ-5 બેટ્સમેન

ઇંગ્લેન્ડના મહાન બેટ્સમેન જો રૂટ 888 રેટિંગ પોઈન્ટ સાથે ટેસ્ટ રેન્કિંગમાં ટોપ પર છે. હેરી બ્રુક 873 રેટિંગ પોઈન્ટ સાથે બીજા નંબરે છે. ત્રીજા નંબરે કેન વિલિયમસન (867), ચોથા નંબરે યશસ્વી જયસ્વાલ (847) અને પાંચમા નંબરે સ્ટીવ સ્મિથ (823) છે. ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાયેલી ટેસ્ટ મેચમાં જેક ક્રોલી (124), બેન ડકેટ (140) અને ઓલી પોપ (171) એ જોરદાર સદીઓ ફટકારી હતી, જેનો તેમને ટેસ્ટ રેન્કિંગમાં ફાયદો થયો હતો.

જો ક્વોલિફાયર-1 વરસાદના કારણે ધોવાઈ જાય તો કોને મળશે ફાઇનલની ટિકિટ - PBKS કે RCB ?

ક્રોલી-ડકેટ અને પોપને ફાયદો

બેન ડકેટ બે સ્થાનનો ફાયદો થયો છે. તે હાલમાં 13મા સ્થાને છે. ઓલી પોપ છ સ્થાનના ફાયદા સાથે 22મા ક્રમે પહોંચી ગયો છે અને જેક ક્રોલી આઠ સ્થાનના ફાયદા સાથે 33મા ક્રમે પહોંચી ગયો છે. ઇંગ્લેન્ડની ટીમ ભારત સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી સાથે તેના નવા ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અભિયાનની શરૂઆત કરશે. ઝિમ્બાબ્વેને ઇંગ્લેન્ડ સામે ઇનિંગ્સ અને 45 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

જસપ્રીત બુમરાહ વિશ્વનો નંબર-1 ટેસ્ટ બોલર

ભારતનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટીમના ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા વિશ્વનો નંબર-1 ટેસ્ટ બોલર તરીકે યથાવત છે, જ્યારે એટકિન્સન પણ ટેસ્ટ ઓલરાઉન્ડરોની યાદીમાં એક સ્થાન ઉપર આવીને સાતમા સ્થાને પહોંચી ગયો છે. રવિન્દ્ર જાડેજા હાલમાં વિશ્વનો નંબર-1 ટેસ્ટ ઓલરાઉન્ડર છે.

ODI રેન્કિંગમાં ફેરફાર

વ્હાઇટ-બોલ ક્રિકેટમાં પણ રેન્કિંગમાં થોડો ફેરફાર થયો છે. વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન કેસી કાર્ટીએ તાજેતરની ODI બેટ્સમેનોની યાદીમાં 20 સ્થાનની છલાંગ લગાવીને 16મા સ્થાને પહોંચી ગયો છે. તેણે તાજેતરમાં આયર્લેન્ડ સામેની ત્રીજી મેચમાં શાનદાર 170 રનની ઇનિંગ્સ રમી હતી. આયર્લેન્ડના એન્ડ્રુ બાલ્બિર્ની 8 સ્થાનના ફાયદા સાથે 48મા ક્કમે પહોંચી ગયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More