Home> Sports
Advertisement
Prev
Next

ICC ODI Rankings: ન્યૂઝીલેન્ડ બની નંબર-1 ટીમ, ભારત, ઈંગ્લેન્ડને થયું મોટુ નુકસાન

આઈસીસીએ સોમવારે નવા વનડે રેન્કિંગની જાહેરાત કરી છે. જેમાં કેન વિલિયમસનની આગેવાનીવાળી કીવી ટીમ પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. 

ICC ODI Rankings: ન્યૂઝીલેન્ડ બની નંબર-1 ટીમ, ભારત, ઈંગ્લેન્ડને થયું મોટુ નુકસાન

દુબઈઃ ICC ODI Rankings: આઈસીસીએ સોમવારે તાજા વનડે રેન્કિંગ જાહેર કરી છે. ન્યૂઝીલેન્ડની ટીમ (New Zealand Cricket Team) નવા રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. કેન વિલિયમસનની આગેવાનીવાળી કીવી ટીમે બાંગ્લાદેશને વનડે સિરીઝમાં 3-0થી હરાવ્યું હતું, તેનો ફાયદો મળ્યો છે. આ સિરીઝ પહેલા સુધી તે ત્રીજા સ્થાને હતી. ભારતીય ટીમ એક સ્થાનના નુકસાન સાથે ત્રીજા ક્રમે પહોંચી ગઈ છે. 

fallbacks

બાંગ્લાદેશને હરાવવાથી ન્યૂઝીલેન્ડને ત્રણ પોઈન્ટનો ફાયદો થયો છે. હવે તેના કુલ 121 પોઈન્ટ થઈ ગયા છે. ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડ અને ભારતને પછાડી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. 

આરોન ફિન્ચ  (Aaron Finch) ની આગેવાનીવાળી ઓસ્ટ્રેલિયન ટીમ 118 પોઈન્ટ સાથે બીજા સ્થાને પહોંચી ગઈ છે. તો ભારત 115 પોઈ્ટ સાથે ત્રીજા સ્થાને ખસી ગયું છે. ઓસ્ટ્રેલિયાએ પોતાની છેલ્લી વનડે સિરીઝ ડિસેમ્બરમાં ભારત સામે રમી હતી, જેમાં તેને 2-1થી જીત મળી હતી. 

આ પણ વાંચોઃ IPL 2021 માં ઘાતક કોરોનાની એન્ટ્રી, આ એક ભૂલના કારણે ટુર્નામેન્ટ રદ થવાનું તોળાઈ રહ્યું છે જોખમ

ઈંગ્લેન્ડની ટીમ (England Cricket Team) પ્રથમ સ્થાન પર હતી. ભારત વિરુદ્ધ વનડે સિરીઝમાં તેણે 2-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. છ પોઈન્ટના ઘટાડા સાથે હવે ઈંગ્લેન્ડ ચોથા સ્થાને છે. ઈંગ્લેન્ડની પાસે પણ ભારતની બરાબર 115 પોઈન્ટ છે. પરંતુ તે દશકઅંકનના અંતરને કારણે ભારત બાદ ચોથા સ્થાને છે. 

ટોપ-10મા અન્ય ટીમોની વાત કરવામાં આવે તો શ્રીલંકાની ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે 3-0થી હાર્યા બાદ નવમાં સ્થાને ખસી ગઈ છે. 

આઈપીએલના અન્ય સમાચાર વાંચવા માટે ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More