Home> Sports
Advertisement
Prev
Next

ICC ODI Rankings: જસપ્રીત બુમરાહને લાગ્યો ઝટકો, બોલરોના રેન્કિંગમાં ગુમાવ્યો નંબર વનનો તાજ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રણ મેચોની વનડે સિરીઝ ફાસ્ટ બોલર બુમરાહ માટે ખરાબ રહી હતી. બુમરાહ સિરીઝમાં એકપણ વિકેટ ન ઝડપી શક્યો અને તેણે આઈસીસી રેન્કિંગમાં નંબર વનનું સ્થાન ગુમાવવુ પડ્યું છે.

 ICC ODI Rankings: જસપ્રીત બુમરાહને લાગ્યો ઝટકો, બોલરોના રેન્કિંગમાં ગુમાવ્યો નંબર વનનો તાજ

નવી દિલ્હીઃ ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ખરાબ પ્રદર્શનથી નુકસાનનો સામનો કરવો પડ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે બુધવારે વનડે બોલરોનું નવું રેન્કિંગ જાહેર કર્યું છે. જેમાં 45 પોઈન્ટના નુકસાન સાથે બુમરાહે નંબર-1 વનનું સ્થાન ગુમાવ્યું છે. ન્યૂઝીલેન્ડનો ટ્રેન્ટ બોલ્ટ પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. 

fallbacks

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રણ મેચોની વનડે સિરીઝ ફાસ્ટ બોલર બુમરાહ માટે ખરાબ રહી હતી. બુમરાહ સિરીઝમાં એકપણ વિકેટ ન ઝડપી શક્યો અને તેણે આઈસીસી રેન્કિંગમાં નંબર વનનું સ્થાન ગુમાવવુ પડ્યું છે. 45 પોઈન્ટના નુકસાન સાથે તે બીજા સ્થાને આવી ગયો છે. ન્યૂઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટે પ્રથમ સ્થાન પર કબજો કરી લીધો છે. 

વનડે રેન્કિંગમાં બુમરાહને થયું નુકસાન
બુધવારે આઈસીસીએ વનડે બોલરોનું રેન્કિંગ જારી કર્યું છે. જેમાં બુમરાહને એક સ્થાનનું નુકસાન થયું છે. નવા રેન્કિંગમાં બુમરાહ 719 પોઈન્ટની સાથે બીજા સ્થાન પર છે જ્યારે 727 પોઈન્ટની સાથે ન્યૂઝીલેન્ડનો ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વનડે સિરીઝ પહેલા બુમરાહના 765 પોઈન્ટ હતા અને તે પ્રથમ સ્થાને હતો. 

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બુમરાહ ફ્લોપ
ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બુમરાહે ત્રણ મેચોની વનડે સિરીઝમાં એકપણ વિકેટ ન ઝડપી. 30 ઓવર બોલિંગ કરતા તેણે કુલ 167 રન આપ્યા પરંતુ વિકેટનું ખાતું ખોલી રહ્યું હતું. તેનો ઇકોનોમી રેટ 5.56નો રહ્યો અને તેણે એક ઓવર મેડન ફેંકી હતી. 

બેટ્સમેનોમાં વિરાટ નંબર-1
આઈસીસીએ જાહેર કરેલા બેટ્સમેનોના તાજા રેન્કિંગમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ નંબર-1નું સ્થાન જાળવી રાખ્યું છે. તો ભારત સામે વનડે સિરીઝમાં સદી ફટકારનાર રોસ ટેલરને રેન્કિંગમાં ફાયદો થયો છે. તો ભારતીય ઓપનર રોહિત શર્મા રેન્કિંગમાં બીજા સ્થાને છે. 

આઈસીસીએ આજે જાહેર કરેલા બેટ્સમેનોમાં વિરાટ કોહલી પ્રથમ, રોહિત શર્મા બીજા, પાકિસ્તાનનો બાબર આઝમ ત્રીજા, રોસ ટેલર ચોથા અને ફાફ ડુ પ્લેસિસ પાંચમાં સ્થાને છે. તો આફ્રિકાના વિકેટકીપર-બેટ્સમેન ડિ કોકને પણ રેન્કિંગમાં ફાયદો થયો છે. ડિ કોક બે સ્થાનના ફાયદાથી સાતમાં ક્રમે પહોંચી ગયો છે.  

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More