Mohammed Siraj vs Travis Head: એડિલેડ ટેસ્ટ બાદ ભારતીય ખેલાડીઓ હારના દુઃખમાંથી હજી બહાર આવ્યા નથી ત્યાં જ વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. મેચમાં ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને ટ્રેવિસ હેડ વચ્ચે શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું હતું. આ લડાઈ પર ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ મોટી કાર્યવાહી કરી છે. એડિલેડમાં બોલાચાલી બાદ બન્ને ખેલાડીઓએ મૌન તોડ્યું હતું અને એકબીજા વિરુદ્ધ નિવેદનો આપ્યા હતા. જે બાદ આ મુદ્દાએ જોર પકડ્યું હતું. હવે ICCએ આના પર કડક કાર્યવાહી કરી છે.
શું હતો સમગ્ર મામલો?
એડિલેડ ટેસ્ટમાં ભારતીય ટીમની સામે ટ્રેવિસ હેડ દિવાલ બનીને ઊભો હતો. તેમણે ભારતીય બોલરોની જોરદાર ધોલાઈ કરી હતી, જેમાં સિરાજ પણ સામેલ હતો. પરંતુ જ્યારે મોહમ્મદ સિરાજે તેની વિકેટ લીધી ત્યારે તે ખૂબ જ આક્રમક જોવા મળ્યો હતો. બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મેચ બાદ ટ્રેવિસ હેડે સિરાજ માટે કહ્યું હતું કે, તેમણે સિરાજની પ્રશંસા કરી અને ફાસ્ટ બોલરે તેની સાથે ખરાબ વર્તન કર્યું. જ્યારે સિરાજે હેડના નિવેદનને નકારી કાઢ્યું અને ખુલાસો કર્યો કે, હેડે તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. હવે ICCએ બન્ને ખેલાડીઓ પર હંટર ચલાવ્યું છે.
ખૂબ જ દર્દનાક છે આ યુવતીના હનીમૂનની કહાની... ફોટો જોઈને લોકો પણ થયા ભાવુક
બન્ને ખેલાડીઓને મળી સજા
મોહમ્મદ સિરાજ સામે કડક કાર્યવાહી કરતા ICCએ તેની મેચ ફીના 20 ટકાનો દંડ લગાવ્યો છે. જો કે, ટ્રેવિસ હેડ પર કોઈ દંડ લાદવામાં આવ્યો નથી, તેના બદલે તેને ICC દ્વારા 1 ડીમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યો હતો. ICCના સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'સિરાજ અને હેડને શિસ્તના રેકોર્ડમાં 1-1 ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યા છે, જે છેલ્લા 24 મહિનામાં તેમનો પહેલો ગુનો છે.'
IGIના IPOની પ્રાઇસ બેન્ડ કરાઈ નક્કી, ગ્રે માર્કેટમાંથી મળી રહ્યા છે મજબૂત સંકેત
શું મેચ પર પણ લાગ્યો પ્રતિબંધ?
સિરાજ અને હેડ પર કોઈ મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી. ICCએ સિરાજને આચાર સંહિતાની કલમ 2.5નું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવ્યો છે, જ્યારે હેડ વિરુદ્ધ આચાર સંહિતાની કલમ 2.13ના ઉલ્લંઘનમાં કાર્યવાહી કરવામાં આવી હતી. આ મેચમાં ભારતીય ટીમને 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ટીમ ઈન્ડિયા આગામી મેચમાં કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે