Home> Sports
Advertisement
Prev
Next

ICC Women’s World Cup 2022નો કાર્યક્રમ જાહેર, જાણો ભારતીય ટીમ કોની સામે ટકરાશે

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે આગામી 2022મા રમાનાર મહિલા વિશ્વકપનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ ટૂર્નામેન્ટ ન્યૂઝીલેન્ડમાં રમાશે. જેમાં કુલ આઠ ટીમો ભાગ લેવાની છે. 
 

ICC Women’s World Cup 2022નો કાર્યક્રમ જાહેર, જાણો ભારતીય ટીમ કોની સામે ટકરાશે

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે વર્ષ 2022મા રમાનાર મહિલા વિશ્વ કપનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. મંગળવારે આઈસીસીએ ન્યૂઝીલેન્ડમાં રમાનાર વનડે વિશ્વકપનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ભારતીય ટીમે પ્રથમ મુકાબલો 6 માર્ચે ક્વોલીફાયર ટીમની સાથે રમવાનું છે. ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા કુલ 7 લીગ મેચ રમશે. 

fallbacks

વર્ષ 2022મા રમાનાર મહિલા વિશ્વ કપનો કાર્યક્રમ જાહેર થયો છે. આ ટૂર્નામેન્ટ 4 માર્ચથી ત્રણ એપ્રિલ વચ્ચે ન્યૂઝીલેન્ડમાં રમાશે. ટૂર્નામેન્ટના સેમિફાઇનલ મુકાબલા વેલિંગ્ટન અને ક્રાઇસ્ટચર્ચમાં રમાશે. અહીં ટૂર્નામેન્ટની ફાઇનલ પણ રમાવાની છે. 

ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં ગ્રુપ સ્ટેજમાં સાત મુકાબલા રમશે. તેમાં ચાર મોટી ટીમો વિરુદ્ધ હશે. જેમાં યજમાન ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડની ટીમો છે. ભારતના બાકી ત્રણેય મુકાબલા ટૂર્નામેન્ટની ક્વોલીફાયર ટીમ સામે હશે, જેનો નિર્ણય હજુ થઈ શક્યો નથી. 

ભારતનો સંપૂર્ણ કાર્યક્રમ
ભારતીય ટીમ પ્રથમ મેચ 6 માર્ચે ક્વોલીફાયર ટીમ સામે રમશે. ત્યારબાદ 10 માર્ચે ટીમનો સામનો યજમાન ન્યૂઝીલેન્ડ સામે થશે. 12 માર્ચે ત્રીજી લીગ મેચમાં ભારતીય ટીમ અન્ય ક્વોલીફાયર ટીમ સામે રમશે. 16 માર્ચે ભારતનો મુકાબલો ઈંગ્લેન્ડ અને 19 માર્ચે ઓસ્ટ્રેલિયા સામે છે. 22 માર્ચે ભારતીય ટીમ ક્વોલીફાયર ટીમ સામે રમશે. જ્યારે અંતિમ લીગ મેચમાં ટીમ ઈન્ડિયાનો મુકાબલો 27 માર્ચે આફ્રિકા સામે છે. 

3 એપ્રિલે રમાશે ફાઇનલ
2022 મહિલા વર્લ્ડ કપ 3  (Women’s World Cup 2022)નો સેમિફાઇનલ મુકાબલો વેલિંગ્ટન અને ક્રાઇસ્ટચર્ચમાં 30-31 માર્ચે રમાશે. તો 3 એપ્રિલે ક્રાઇસ્ટચર્ચમાં ફાઇનલ મુકાબલો રમાશે. 

આઈસીસી મહિલા ક્રિકેટ વિશ્વકપના સીઈઓ એન્ડ્રિયા નેલ્સને કહ્યુ, 'અમે આ ટૂર્નામેન્ટ માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. હું ઈચ્છુ છું કે લોકો આ ટૂર્નામેન્ટને વધુમાં વધુ જુઓ અને પોતાની ટીમને સપોર્ટ કરે.'

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More