Home> Sports
Advertisement
Prev
Next

ICC T20 World Cup 2022 Full Schedule: T-20 વર્લ્ડ કપ 2022નો કાર્યક્રમ જાહેર, ફરી થશે ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો

ICC T20 World Cup 2022 Full Schedule: ઓસ્ટ્રેલિયામાં વર્ષ 2022માં થનારા ટી20 વર્લ્ડ કપ 2022નું શિડ્યૂલ બહાર પડી ગયું છે. ઓસ્ટ્રેલિયા જ હાલની ટી20 વર્લ્ડકપ ચેમ્પિયન છે અને આગામી ટુર્નામેન્ટ પણ ઘરઆંગણે જ થશે.

ICC T20 World Cup 2022 Full Schedule: T-20 વર્લ્ડ કપ 2022નો કાર્યક્રમ જાહેર, ફરી થશે ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો

ICC T20 World Cup 2022 Full Schedule: ઓસ્ટ્રેલિયામાં વર્ષ 2022માં થનારા ટી20 વર્લ્ડ કપ 2022નું શિડ્યૂલ બહાર પડી ગયું છે. ઓસ્ટ્રેલિયા જ હાલની ટી20 વર્લ્ડકપ ચેમ્પિયન છે અને આગામી ટુર્નામેન્ટ પણ ઘરઆંગણે જ થશે. એકવાર ફરીથી ટી20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનનો મુકાબલો થશે. 

fallbacks

આઈસીસી દ્વારા  શુક્રવારે સવારે આ નવું શિડ્યૂલ બહાર પાડવામાં આવ્યું. ટી20 વર્લ્ડ કપની શરૂઆત 16 ઓક્ટોબરથી થશે. જ્યારે સુપર-12 રાઉન્ડની શરૂઆત 22 ઓક્ટોબરથી થશે. જેમાં ઓસ્ટ્રેલિયાનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સાથે થશે. જ્યારે ટીમ ઈન્ડિયા 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમવા મેદાનમાં ઉતરશે. 

ટી20 વર્લ્ડ કપ 2022માં ભારતની મેચો

- ભારત વિરુદ્ધ પાકિસ્તાન 23 ઓક્ટોબર (મેલબર્ન)
- ભારત વિરુદ્ધ ગ્રુપ એ રનર અપ, 27 ઓક્ટોબર (સિડની)
- ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા 30 ઓક્ટોબર (પર્થ)
- ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ 2 નવેમ્બર (એડિલેડ)
- ભારત વિરુદ્ધ ગ્રુપ બી વિનર 6 નવેમ્બર (મેલબર્ન)

ટી20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને બે ક્વોલિફાયર ટીમો સાથે ગ્રુપ 2માં રાખવામાં આવ્યું છે. ટી20 વર્લ્ડ કપ 2021માં પણ ભારતનો મુકાબલો પાકિસ્તાન સાથે થયો હતો. પરંતુ ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સામે 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. પહેલીવાર એવું બન્યું હતું કે કોઈ વર્લ્ડ  કપ (ટી20, 50 ઓવર) ટુર્નામેન્ટમાં ભારતે પાકિસ્તાન સામે મેચ ગુમાવી. 

ગ્રુપ-1: ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન
ગ્રુપ-2: ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ

ટી20 વર્લ્ડ કપ 2022 મેન  ટુર્નામેન્ટની શરૂઆત 16 ઓક્ટોબર (રવિવાર)થી થશે. જ્યારે ફાઈનલ મુકાબલો 13 નવેમ્બરે થશે. કુલ 16 ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. જ્યારે ઓસ્ટ્રેલિયાના સાત શહેરોમાં તેનું આયોજન થશે. અત્રે જણાવવાનું કે વર્ષ 2021માં ટી20 વર્લ્ડ કપનું આયોજક ભારત હતું. પરંતુ આ વર્લ્ડ કપ યુએઈમાં આયોજિત કરાયો હતો. આ વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયા જીત્યું હતું જે તેનો આ ફોર્મેટમાં પહેલો ખિતાબ હતો. 

2021માં ચૂક્યા, 2022માં સપનું થશે પૂરું
વિરાટ  કોહલીના નેતૃત્વમાં ટીમ ઈન્ડયા આ વર્લ્ડ કપની સેમીફાઈનલમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પોતાની શરૂઆતની બે મેચો ગુમાવી દીધી હતી. ત્યારબાદ વાપસી કરવું મુશ્કેલ બની ગયું હતું. આવું પહેલીવાર બન્યું હતું કે જ્યારે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે વર્લ્ડ કપમાં કોઈ મેચ હાર્યું. 

fallbacks

જો કે હવે વિરાટ કોહલી કેપ્ટનશીપ પદેથી રાજીનામું આપી ચૂક્યો છે અને ટી20, વનડે ફોર્મેટમાં ભારતીય ટીમની કમાન રોહિત શર્માના હાથમાં છે. આવામાં રોહિત શર્મા ઉપર જ આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમની નૈયા પાર લગાવવાની જવાબદારી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More