Home> Sports
Advertisement
Prev
Next

WI vs NZ : ICC ટુર્નામેન્ટમાં 25 વર્ષ બાદ આવું જોવા મળ્યું! વેસ્ટ ઈન્ડિઝે ગજબ કરી નાખ્યો, ન્યૂઝીલેન્ડને મળી ધોબી પછાડ

West Indies vs New Zealand : ટી20 વર્લ્ડ કપમાં જીતની હેટ્રિક લગાવતા મેજબાન વેસ્ટ ઈન્ડિઝે સુપર 8માં જગ્યા બનાવી લીધી છે. પોતાની ત્રીજી મેચમાં ટીમે ન્યૂઝીલેન્ડ જેવી ધૂરંધર ટીમને 13 રનથી માત આપી. હવે વેસ્ટ ઈન્ડિઝ સુપર 8માં પહોંચતા ન્યૂઝીલેન્ડની ટીમ ટુર્નામેન્ટથી લગભગ બહાર થવાના આરે આવી ગઈ છે.

WI vs NZ : ICC ટુર્નામેન્ટમાં 25 વર્ષ બાદ આવું જોવા મળ્યું! વેસ્ટ ઈન્ડિઝે ગજબ કરી નાખ્યો, ન્યૂઝીલેન્ડને મળી ધોબી પછાડ

West Indies vs New Zealand : ટી20 વર્લ્ડ કપમાં જીતની હેટ્રિક લગાવતા મેજબાન વેસ્ટ ઈન્ડિઝે સુપર 8માં જગ્યા બનાવી લીધી છે. પોતાની ત્રીજી મેચમાં ટીમે ન્યૂઝીલેન્ડ જેવી ધૂરંધર ટીમને 13 રનથી માત આપી. હવે વેસ્ટ ઈન્ડિઝ સુપર 8માં પહોંચતા ન્યૂઝીલેન્ડની ટીમ ટુર્નામેન્ટથી લગભગ બહાર થવાના આરે આવી ગઈ છે. ન્યૂઝીલેન્ડે અત્યાર સુધીમાં બે મેચ રમી છે અને બંનેમાં હારી છે તથા પોતાના ગ્રુપમાં સૌથી નીચે છે. ભારત, ઓસ્ટ્રેલિયા, અને દક્ષિણ આફ્રિકા પહેલેથી જ સુપર 8માં કવોલિફાય કરી ચૂક્યા છે. વેસ્ટ ઈન્ડિઝવાળા ગ્રુપમાંથી અફઘાનિસ્તાન બીજી ટીમ બની શકે જે સુપર 8માં જગ્યા બનાવી શકે. 

fallbacks

રધરફોર્ડની તાકાત
ટી20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટી આ 26મી મેચ હતી અને પહેલા બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 149 રન કરી નાખ્યા. ટીમની સતત વિકેટો પડી રહી હતી ત્યારે શેરફેન રધરફોર્ડે લાજ બચાવી. તોફાની તેવર દેખાડતા છગ્ગાનો વરસાદ ક્યો અને 39 બોલમાં આ આ વિસ્ફોટક બેટરે 68 રનની અણનમ ઈનિંગ રમી. જેના કારણે ટીમ એક સન્માનજનક સ્કોર સુધી પહોંચી શકી. તેની આ ઇનિંગમાં 2 ચોગ્ગા અને 6 છગ્ગા સામેલ હતા. અત્રે જણાવવાનું કે આઈપીએલ 2024માં રધરફોર્ડ વિનિંગ ટીમ કોલકાતા નાઈટરાઈડર્સનો ભાગ હતો. જો કે તેને રમવાની તક મળી ન હતી. ન્યૂઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટે 3 વિકેટ, ટીમ સાઉદીએ 2 વિકેટ અને લોકી ફર્ગ્યુસને 2 વિકેટ લીધી હતી. 

ન્યૂઝીલેન્ડની ખરાબ શરૂઆત
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ શરૂઆતમાં જ પછડાટ ખાઈ ગઈ અને અંત સુધી પોતાને સંભાળી શકી નહીં. પેસર અલ્ઝારી જોસેફે 4 કિવી બેટરોને આઉટ કરીને ટીમની કમર તોડી નાખી. વેરવિખેર થઈ રહેલી ટીમને ગ્લેન ફિલિપ્સ સંભાળવાની કોશિશ કરી પરંતુ તે પણ 40 રન કરીને જોસેફની બોલિંગમાં આઉટ થઈ ગયો. કેપ્ટન કેન વિલિયમસન સહિત બાકી ઘાતક બેટરો  ફ્લોપ રહ્યા. વિન્ડિંજ માટે જોસેફ બાદ સૌથી વધુ સફળ બોલર ગુડાકેશ મોતી રહ્યો જેણે 3 વિકેટ લીધી. 

25 વર્ષ બાદ બન્યું
આઈસીસીની ટુર્નામેન્ટના ઈતિહાસમાં આવું 25 વર્ષ બાદ જોવા મળ્યું કે જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમે ન્યૂઝીલેન્ડને કોઈ પણ મેચમાં હરાવી દીધુ. છેલ્લે વેસ્ટ ઈન્ડિઝે 1999માં 50 ઓવરના વર્લ્ડ  કપમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. વિન્ડિઝ સામે મળેલી હાર બાદ ન્યૂઝીલેન્ડનું હવે સુપર 8માં પહોચવું લગભગ અશક્ય બની ગયું છે. આવું એટલા માટે કારણ કે અફઘાનિસ્તાનના 4 અંક છે અને તે બીજા નંબરે છે. તેની હજુ પણ બે મેચ બાકી છે. જો એક પણ મેચ રાશિદ ખાનની ટીમ જીતી ગઈ તો ન્યૂઝીલેન્ડ બહાર થઈ જશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More