Home> Sports
Advertisement
Prev
Next

ICC Test ranking: પંત અને બેયરસ્ટોએ લગાવી છલાંગ, 6 વર્ષ બાદ ટોપ-10માંથી બહાર થયો વિરાટ કોહલી

આઈસીસીના નવા ટેસ્ટ રેન્કિંગમાં વિકેટકીપર-બેટર રિષભ પંતને મોટો ફાયદો થયો છે. તો ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટે નંબર-1ની પોઝિશન વધુ મજબૂત કરી લીધી છે. 
 

ICC Test ranking: પંત અને બેયરસ્ટોએ લગાવી છલાંગ, 6 વર્ષ બાદ ટોપ-10માંથી બહાર થયો વિરાટ કોહલી

નવી દિલ્હીઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પાંચમી અને અંતિમ રિશેડ્યૂલ ટેસ્ટ મેચ પૂરી થયા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે. ભારતનો બેટર રિષભ પંત ટોપ-5માં પહોંચવામાં સફળ થયો છે. તો ઈંગ્લેન્ડનો જોની બેયરસ્ટો સતત બે સદીની મદદથી 13 સ્થાનના ફાયદાથી 10માં સ્થાને પહોંચી ગયો છે. 32 વર્ષીય બેયરસ્ટોએ પોતાની છેલ્લી ત્રણ ટેસ્ટ મેચમાં ચાર સદી ફટકારી છે. 

fallbacks

ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને નવા ટેસ્ટ રેન્કિંગમાં મોટું નુકસાન થયું છે અને તે 6 વર્ષ બાદ ટેસ્ટ રેન્કિંગના ટોપ-10 લિસ્ટમાંથી બહાર થઈ ગયો છે. વિકેટકીપર-બેટર રિષભ પંતે ઈંગ્લેન્ડ વિરુદ્ધ એબજેસ્ટન ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 146 અને બીજી ઈનિંગમાં 57 રન બનાવ્યા હતા. પોતાની છેલ્લી છ ટેસ્ટ ઈનિંગમાં બે સદી અને ત્રણ અડધી સદીની મદદથી પંતના વર્તમાન ફોર્મે તેને ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં સર્વોચ્ચ સ્થાન અપાવ્યું છે, તે પાંચ સ્થાનના ફાયદા સાથે 801 રેટિંગની સાથે પાંચમાં સ્થાને પહોંચ્યો છે. 

આઈસીસી રેન્કિંગમાં ટોપ-10 બેટર
fallbacks

ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચમી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી પ્રથમ ઈનિંગમાં 11 અને બીજી ઈનિંગમાં 20 રન બનાવી શક્યો હતો. જેના કારણે બુધવારે જાહેર થયેલા આઈસીસી રેન્કિંગમાં કોહલી ત્રણ સ્થાનના નુકસાન સાથે 714 રેટિંગ પોઈન્ટ સાથે 13માં સ્થાને પહોંચી ગયો છે. તો રોહિત શર્મા એક સ્થાનના નુકસાન સાથે નવમાં સ્થાને છે, જ્યારે છેલ્લી પાંચ ઈનિંગમાં ચાર સદી ફટકારનાર જોની બેયરસ્ટો 11 સ્થાનની છલાંગ સાથે ટોપ-10માં પહોંચી ગયો છે. 

આ પણ વાંચોઃ Ind Vs Eng Test: 35 રનની ઓવર... જબરદસ્ત રન ચેઝ, એજબેસ્ટન ટેસ્ટમાં જોવા મળી ટી20ની મઝા

ઈંગ્લેન્ડનો પૂર્વ કેપ્ટન જો રૂટ બેટરોના રેન્કિંગમાં પ્રથમ સ્થાન પર છે અને એજબેસ્ટનમાં ચોથી ઈનિંગમાં અણનમ 142 રન ફટકારી તેણે પોતાના કરિયરના સર્વોચ્ચ 923 રેટિંગ પોઈન્ટ હાસિલ કરી લીધા છે. આ સાથે તે આઈસીસી રેન્કિંગના ઈતિહાસમાં ટોપ-20 સર્વોચ્ચ રેટેડ બેટરોના એલીટ લિસ્ટમાં સામેલ થઈ ગયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More