Home> Sports
Advertisement
Prev
Next

ટેસ્ટ રેન્કિંગઃ રોહિત પ્રથમવાર ત્રણેય ફોર્મેટના ટોપ-10મા પહોંચ્યો, આમ કરનાર ત્રીજો ભારતીય

દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઓપનિંગ બેટ્સમેન તરીકે હિટ રહેલા રોહિત શર્માએ આઈસીસી રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે. 
 

 ટેસ્ટ રેન્કિંગઃ રોહિત પ્રથમવાર ત્રણેય ફોર્મેટના ટોપ-10મા પહોંચ્યો, આમ કરનાર ત્રીજો ભારતીય

દુબઈઃ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઓપનિંગ બેટ્સમેન તરીકે હિટ રહેલા રોહિત શર્માએ આઈસીસી રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે. બુધવારે બેટ્સમેનોના જાહેર થયેલા નવા ટેસ્ટ રેન્કિંગમાં રોહિત શર્મા ટોપ-10મા પહોંચી ગયો છે. રોહિત શર્માને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રાંચી ટેસ્ટમાં બેવડી સદી (212) ફટકારવાનું ઇનામ મળ્યું છે. હવે તે 10મા સ્થાને આવી ગયો છે. આફ્રિકા વિરુદ્ધ ત્રણ મેચોની સિરીઝ પહેલા તે 54મા સ્થાન પર હતો. 

fallbacks

રોહિત શર્મા આફ્રિકા વિરુદ્ધ યાદગાર સિરીઝ બાદ ત્રણેય ફોર્મેટમાં ટોપ-3મા પહોંચનાર ત્રીજો ભારતીય બેટ્સમેન બની ગયો છે, જેણે ટેસ્ટ ઓપનિંગ બેટ્સમેનની નવી ભૂમિકા ભજવી છે. રોહિતે આફ્રિકા સામે સિરીઝમાં કુલ 529 રન બનાવ્યા, જેમાં એક બેવડી સદી સહિત ત્રણ સદી સામેલ છે. 

ત્રણેય ફોર્મેટમાં ટોપ-10મા પહોંચનાર ભારતીય બેટ્સમેનોની વાત કરીએ તો રોહિતે કેપ્ટન વિરાટ કોહલી અને નિવૃત ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરને પછાડી દીધા. રાંચીમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં 212 રનની ઈનિંગ બાદ રોહિતે ટોપ-10મા એન્ટ્રી કરી લીધી છે. 

બેટ્સમેનોના રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથ પ્રથમ સ્થાને યથાવત છે. તે 937ના રેટિંગની સાથે ટોપ પર છે. રાંચી ટેસ્ટમાં વિરાટ કોહલી (12) નિષ્ફળ રહ્યો, આ કારણે તેના રેટિંગમાં પોઈન્ટનો ઘટાડો થયો અને તેના હાલ 926 પોઈન્ટ છે. 

BCCIમા નવો અધ્યાય શરૂ, સૌરવ ગાંગુલીએ પોતાની ટીમ સાથે સંભાળી જવાબદારી

બીજીતરફ અંજ્કિય રહાણે 751 પોઈન્ટની સાથે હવે પાંચમાં સ્થાને આવી ગયો છે. રાંચીમાં રહાણેએ 115 રન ફટકાર્યા હતા. આ પહેલા રહાણે નવેમ્બર 2016મા પણ રેન્કિંગમાં પાંચમાં સ્થાને પહોંચ્યો હતો. હાલના રેન્કિંગમાં કેન વિલિયમસન (878) અને ચેતેશ્વર પૂજારા (795) ક્રમશઃ ત્રીજા અને ચોથા સ્થાન પર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More