Home> Sports
Advertisement
Prev
Next

ICC Test Rankings: બેટ્સમેનમાં વિરાટ નંબર-1, ડિ કોકને થયો મોટો ફાયદો

ડિ કોક એકવાર ફરી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-10માં સામેલ થઈ ગયો છે. લેટેસ્ટ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ડિ કોક 10માં નંબર પર છે. 
 

ICC Test Rankings: બેટ્સમેનમાં વિરાટ નંબર-1, ડિ કોકને થયો મોટો ફાયદો

નવી દિલ્હીઃ Latest ICC Test Rankings: વર્ષ 2019માં છેલ્લીવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ તાજા ટેસ્ટ રેન્કિંગની જાહેરાત કરી છે. આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર એક પર ભારતીય કેપ્ટન અને દમદાર બેટ્સમેન વિરાટ કોહલી છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ છેલ્લી બે ટેસ્ટ મેચોમાં ખરાબ પ્રદર્શન કરનાર સ્ટીવ સ્મિથે પોતાનું બીજુ સ્થાન યથાવત રાખ્યું છે. તો દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડિકોકે લાંબી છલાંગ લગાવી છે. 

fallbacks

ડાબા હાથના બેટ્સમેન ડિ કોકે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચાર મેચોની ટેસ્ટ સિરીઝના પ્રથમ મુકાબલામાં 100થી વધુ રન બનાવ્યા, જેથી તેને રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે. ડિ કોક એકવાર ફરી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-10માં સામેલ થઈ ગયો છે. લેટેસ્ટ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ડિ કોક 10માં નંબર પર છે. આ મુકાબલા પહેલા તે 18માં સ્થાને હતો. આ રીતે આફ્રિકન બેટ્સમેનને આઠ સ્થાનનો ફાયદો થયો છે. 

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝના બે મુકાબલા બાદ સ્ટીવ સ્મિથના 911 પોઈન્ટ છે. તો તો વિરાટ કોહલી 928 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. માર્નસ લાબુશાને એક સ્થાનના ફાયદા સાથે ચોથા સ્થાને પહોંચી ગયો છે, જ્યારે ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાને એક સ્થાનનું નુકસાન થયું છે. પૂજારા પાંચમાં સ્થાને છે. 

આઈસીસીના ટેસ્ટ રેન્કિંગમાં બોલરોની વાત કરીએ તો કીવી ટીમના ફાસ્ટ બોલર નીલ વેગનર બીજા સ્થાને પહોંચી ગયો છે, જ્યારે આફ્રિકાનો ફાસ્ટ બોલર રબાડા એક સ્થાનના નુકસાન સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. ફિલાન્ડર 8માંથી 5માં સ્થાને પહોંચી ગયો છે. પરંતુ તે આ સિરીઝ બાદ ક્રિકેટને અલવિદા કરી દેશે. આ સિવાય અશ્વિન અને શમી ટોપ-10માં આવી ગયા છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More