Home> Sports
Advertisement
Prev
Next

Women's T20 World Cup: સેમિફાઇનલની લાઇનઅપ તૈયાર, ભારત સામે ઈંગ્લેન્ડ તો ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા વચ્ચે ટક્કર

ટીમ ઈન્ડિયા ટી20 વિશ્વકપની સેમિફાઇનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. બીજી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થશે. 

Women's T20 World Cup: સેમિફાઇનલની લાઇનઅપ તૈયાર, ભારત સામે ઈંગ્લેન્ડ તો ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા વચ્ચે ટક્કર

સિડનીઃ ભારતની મહિલા ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા આઈસીસી ટી20 વિશ્વકપની સેમિફાઇનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. બીજી સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થશે. પ્રથમ સેમિફાઇનલ પાંચ માર્ચે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે અને આજ દિવસે બીજી સેમિફાઇનલ મેચ રમાશે. 

fallbacks

ભારતે ગ્રુપ-એમાં ટોપ પર રહેતા સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે જ્યારે ઈંગ્લેન્ડની ટીમ ગ્રુપ-બીમાં બીજા સ્થાન પર રહી છે. ગ્રુપ-એમાં ઓસ્ટ્રેલિયન ટીમ બીજા સ્થાન પર રહી અને નક્કી કાર્યક્રમ પ્રમાણે તેણે હવે સેમિફાઇનલમાં ગ્રુપ-બીની ટોપ ટીમ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટકરાવાનું છે. 

સેમિફાઇનલમાં પહોંચનારી ટીમોનો નિર્ણય સોમવારે ન્યૂઝીલેન્ડ પર ઓસ્ટ્રેલિયાની જીતની સાથે થઈ ગયો હતો, પરંતુ ગ્રુપ-બીમાં કઈ ટીમ ટોપ પર રહેશે, તેનો નિર્ણય દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાનારી મેચથી થવાનો હતો. 

આ બંન્ને ટીમોની મેચ એકપણ બોલ ફેંકાયા વિના રદ્દ થઈ ગઈ અને આ રીતે બંન્ને ટીમોને એક-એક પોઈન્ટ મળ્યો છે. આ એક પોઈન્ટની સાથે આફ્રિકાની ટીમ સાત પોઈન્ટ સાથે ગ્રુપ-બીમાં ટોપ પર પહોંચી ગઈ છે. ઈંગ્લેન્ડના છ પોઈન્ટ છે. 

ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર એલિસ પેરી મહિલા ટી20 વિશ્વકપમાંથી બહાર   

ભારતીય ટીમે ગ્રુપ-એમાં પોતાની તમામ ચારેય મેચ જીતીને કુલ આઠ પોઈન્ટ સાથે સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. ઓસ્ટ્રેલિયાએ ત્રણ જીત સાથે છ પોઈન્ટ હાંસિલ કર્યાં છે જ્યારે આફ્રિકાની ટીમે ત્રણ જીત અને એક રદ્દ મેચ સાથે કુલ સાત પોઈન્ટ મેળવ્યા છે. ઈંગ્લેન્ડના ચાર મેચોમાં છ પોઈન્ટ છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More