Home> Sports
Advertisement
Prev
Next

ICC World Cup-2019 : સરેરાશ 1.6 અબજ લોકોએ જોઈ લાઈવ ટૂર્નામેન્ટ

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ વિશ્વમાં સૌથી વધુ જોવામાં આવેલી મેચ બની. આ મેચને 27 કરોડ 30 લાખ ટીવી દર્શક મળ્યા હતા અને અન્ય ડિજિટલ મંચ પર 5 કરોડ લોકોએ મેચ નિહાળી હતી.
 

ICC World Cup-2019 : સરેરાશ 1.6 અબજ લોકોએ જોઈ લાઈવ ટૂર્નામેન્ટ

દુબઈઃ ઈંગ્લેન્ડની યજમાનીમાં રમાયેલી આઈસીસી વર્લ્ડ કપ-2019 ટૂર્નામેન્ટ (ICC World Cup-2019) દુનિયામાં સૌથી વધુ જોવામાં આવેલી ટૂર્નામેન્ટ બની છે. તેનું લાઈવ પ્રસારણ દુનિયામાં એક અબજ 60 કરોડ લોકોએ જોયું હતું. આઈસીસીએ જાહેર કરેલા આંકડા અનુસાર, ડિજિટલ મંચ પર મેચનું લાઈવ પ્રસારણ જોવામાં ભારત ટોચ પર રહ્યું છે. જેમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સેમીફાઈનલને હોટસ્ટાર પર 2 કરોડ 53 લાખ દર્શકોએ જોઈ હતી અને આ એક રેકોર્ડ બન્યો છે. 

fallbacks

ICC World Cup 2019 ઈતિહાસની સૌથી વધુ વિસ્તારપૂર્વક ઉપલબ્ધ ટૂર્નામેન્ટ પણ હતી. આઈસીસીએ 25 પ્રસારણ ભાગીદારો સાથે 200થી વધુ વિસ્તારોમાં 20,000 કલાક કરતાં વધુ સમય સુધી સીધું પ્રસારણ, રિપીટ અને મુખ્ય અંશ ઉપલબ્ધ કરાવ્યા હતા. 

આઈસીસીએ આપેલી પ્રેસ નોટ અનુસાર, આ સ્પર્ધાના દર્શકોમાં 2015ની સરખામણીએ 38 ટકાનો વધારો થયો છે. આઈસીસીએ જણાવ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ વિશ્વમાં સૌથી વધુ જોવામાં આવેલી મેચ બની. આ મેચને 27 કરોડ 30 લાખ ટીવી દર્શક મળ્યા હતા અને અન્ય ડિજિટલ મંચ પર 5 કરોડ લોકોએ મેચ નિહાળી હતી.

જુઓ LIVE TV....

સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More