Home> Sports
Advertisement
Prev
Next

વર્લ્ડકપ ફાઇનલ: Boult ની તે ભૂલ જેણે તોડી દીધું કીવી ટીમનું સપનું

લોડ્સના મેદાન પર ઇંગ્લેડ અને ન્યૂઝિલેંડ વચ્ચે રમાયેલી આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની ફાઇનલમાં એવો મુકાબલો થયો જેને કદાચ કોઇ ક્રિકેટપ્રેમીએ જોયો હશે. પહેલાં બેટિંગ કરતાં ન્યૂઝિલેંડ ટીમે નિર્ધારિત 50 ઓવરોમાં 8 વિકેટના નુકસાન પર 241 રન બનાવ્યા. જવાબમાં ઇંગ્લિશ ટીમ પણ 241 રન બનાવી શકી. ત્યારબાદ મેચ સુપર ઓવર સુધી ગઇ, સુપર ઓવરમાં ઇગ્લેંડે કોઇ વિકેટ ગુમાવ્યા વિના 15 રન બનાવ્યા. જવાબમાં ન્યૂઝિલેંડની ટીમે પણ 15 રન બનાવી શકી. એવામાં મેચના વિજેતા જાહેર તે ટીમને કરી જેણે સૌથી વધુ ચોગ્ગા ફટકાર્યા. ઇંગ્લેંડ આ મામલે આગળ રહી અને ટીમે પહેલીવાર વર્લ્ડકપનો ખિતાબ પોતાના નામે કર્યો.

વર્લ્ડકપ ફાઇનલ: Boult ની તે ભૂલ જેણે તોડી દીધું કીવી ટીમનું સપનું

લંડન: લોડ્સના મેદાન પર ઇંગ્લેડ અને ન્યૂઝિલેંડ વચ્ચે રમાયેલી આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની ફાઇનલમાં એવો મુકાબલો થયો જેને કદાચ કોઇ ક્રિકેટપ્રેમીએ જોયો હશે. પહેલાં બેટિંગ કરતાં ન્યૂઝિલેંડ ટીમે નિર્ધારિત 50 ઓવરોમાં 8 વિકેટના નુકસાન પર 241 રન બનાવ્યા. જવાબમાં ઇંગ્લિશ ટીમ પણ 241 રન બનાવી શકી. ત્યારબાદ મેચ સુપર ઓવર સુધી ગઇ, સુપર ઓવરમાં ઇગ્લેંડે કોઇ વિકેટ ગુમાવ્યા વિના 15 રન બનાવ્યા. જવાબમાં ન્યૂઝિલેંડની ટીમે પણ 15 રન બનાવી શકી. એવામાં મેચના વિજેતા જાહેર તે ટીમને કરી જેણે સૌથી વધુ ચોગ્ગા ફટકાર્યા. ઇંગ્લેંડ આ મામલે આગળ રહી અને ટીમે પહેલીવાર વર્લ્ડકપનો ખિતાબ પોતાના નામે કર્યો.

fallbacks

ફાઇનલ મેચમાં આમ તો દરેક વખતે ટર્નિંગ પોઇન્ટ આવ્યા પરંતુ મેચના સૌથી વધુ રસપ્રદ વળાંકની વાત કરીએ તો તે હતો ઇંગ્લેંડની ઇનિંગની 49મી ઓવર. આ ઓવર શરૂ થતાં પહેલાં ઇંગ્લેંડને જીત માટે 12 બોલમાં 24 રન જોઇતા હતા અને તેના 6 ખેલાડી આઉટ થઇ ગયા હતા. બેન સ્ટ્રોક્સ 62 અને લેમ પ્લુંકેટ 9 રન પર રમી રહ્યા હતા. 

49મી ઓવર કરવા માટે ન્યૂઝિલેંડના જિમી નીશમ આવ્યા, સ્ટ્રાઇક પર હતા પ્લુંકેટ, પહેલા બોલમાં પ્લુંકેટે એક રન લીધો. બીજા બોલમાં સ્ટ્રોક્સે પણ રન લીધો. ત્રીજા બોલ પર પ્લુંકેટે મોટો શોટ રમવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે બાઉંડ્રી પાર જઇ ન શક્યો બોલ્ટે તેને કેચ કરી લીધો. ઇગ્લેંડની 7 વિકેટ પડી ગઇ હતી અને મેદાન પર પૂંછડિયા બેટ્સમેન જોફ્ર આર્ચર રમવા માટે આવ્યા. પરંતુ સ્ટ્રાઇક ચેંજ થઇ ચૂકી હતી અને બોલરને ફેસ કરવા માટે સ્ટ્રોક્સ સામે હતા. 
fallbacks

હવે ઇંગ્લેંડને જીત માટે 9 બોલમાં 22 જોઇતા હતા. સ્ટ્રોક્સે બોલ હવામાં ફટકાર્યો, બોલ હવામાં બાઉંડ્રી તરફ જઇ રહ્યો હતો, નીચે ટ્રેંટ બોલ્ડ ફીલ્ડર હતા. બોલ્ટે બોલને બાઉંડ્રી પર પકડી લીધો. પરંતુ અતિ આત્મવિશ્વાસમાં તે કેચ પકડ્યા બાદ એક પગલું પાછળ જતા રહ્યા અને તેમનો પગ બાઉંડ્રી લાઇનને અડી ગયો. તેમણે બોલને ગપ્ટિલ તરફ ફેંકી દીધો ગપ્ટિલે બોલને લપ્કી લીધો હતો પરંતુ... આ કામ એક સેકન્ડ પહેલાં થઇ જાત તો મેચનું પરિણામ જુદું જ હોત. 

એમ્પાયરે બોલ્ટ દ્વારા આપવામાં આવેલા કેચને 6 રન ગણાવ્યા. આ સાથે જ ઇંગ્લેંડને જીત માટે હવે 8 બોલમાં 16 રન બનાવવાના હતા. સ્ટોક્સે ફરી મોટો શોટ રમવાનો પ્રયત્ન કર્યો પરંતુ એક જ રન બનવી શક્યા. હવે 7 બોલમાં 15 રન જોઇતા હતા. સામે જોફ્ર આર્ચર હતા નીશમે પોતાની ઓવરનો અંતિમ બોલ નાખ્યો અને આર્ચરને બોલ્ડ કરી દીધો. 

મેચની અંતિમ ઓવરમાં ઇગ્લેંડને જીત માટે 15 રન જોઇતા હાઅ અને તેની એક વિકેટ જ બચી હતી. અંતિમ ઓવરમાં બોલ્ટના 6 બોલ સ્ટ્રોક્સે રમ્યા અને 15 રન બનાવીને મેચને બરાબરી પર લાવી દીધી. પોતાની અંતિમ ઓવરમાં 15 રન ખાનાર બોલ્ટે પણ સ્ટ્રોક્સના કેચ દરમિયાન કરેલી ભૂલનો અહેસાસ થઇ ગયો. કારણ કે સ્ટ્રોક્સ આઉટ થઇ જાત તો ઇંગ્લેંડની ટીમ સમેટાઇ જાત અને ન્યૂઝિલેંડ મેચ સરળતાથી જીતી શકતી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More