Home> Sports
Advertisement
Prev
Next

VIDEO: રોહિત આઉટ થવા પર પત્ની રિતિકાનું રિએક્શન 'Why', અમ્પાયરના નિર્ણય પર વિવાદ

રોહિત શર્માને વિવાદાસ્પદ રીતે આઉટ આપવાનો મામલો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. 

 VIDEO: રોહિત આઉટ થવા પર પત્ની રિતિકાનું રિએક્શન 'Why', અમ્પાયરના નિર્ણય પર વિવાદ

નવી દિલ્હીઃ આઈસીસી વિશ્વ કપ 2019 (World Cup 2019)માં માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાઇ રહેલી ભારત અને વેસ્ટ ઈન્ડિઝની મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માને વિવાદાસ્પદ રીતે આઉટ આપ્યાનો મામલો સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યો છે. રોહિત શર્માના ફેન્સ થર્ડ અમ્પાયરના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે. આ સાથે સ્ટેડિયમમાં મેચ જોઈ રહેલી રોહિતની પત્ની રિતિકા સજદેહે પણ અમ્પાયરના નિર્ણય પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે. 

fallbacks

ભારત-વેસ્ટઈન્ડિઝ મેચના લાઇવ પ્રસારણના વીડિયો ફુટેજમાં જોઈ શકાય છે કે જ્યારે થર્ડ અમ્પાયરે રોહિતને આઉટ આપ્યો, ત્યારે દર્શકો વચ્ચે બેઠેકી રિતિકા ચોંકાવનારુ એક્સપ્રેશન (Why કે What) આપતી દેખાઈ રહી છે. આ સાથે સોશિયલ મીડિયા પર યૂઝરો થર્ડ અમ્પાયરને પણ ટ્વીટર પર ટ્રોલ કરી રહ્યાં છે.. તમે પણ જુઓ વીડિયો... 

હકીકતમાં, છઠ્ઠી ઓવરના અંતિમ બોલ પર કેમાર રોચનો બોલ વિકેટકીપર પાસે ગયો હતો અને વેસ્ટ ઈન્ડિઝે આઉટની અપીલ કરી હતી. અમ્પાયરે નોટઆઉટ આપતા વેસ્ટ ઈન્ડિઝે રિવ્યૂ લેવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ રોહિત શર્મા 18 રન બનાવીને આઉટ થયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More