Home> Sports
Advertisement
Prev
Next

World Cup 2019: વેસ્ટ ઈન્ડિઝની ટીમ જાહેર, આંદ્રે રસેલની વાપસી, પોલાર્ડ-નરેન આઉટ

આગામી 30 મેથી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થઈ રહેલા આઈસીસી વિશ્વ કપ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. 

 World Cup 2019: વેસ્ટ ઈન્ડિઝની ટીમ જાહેર, આંદ્રે રસેલની વાપસી, પોલાર્ડ-નરેન આઉટ

નવી દિલ્હીઃ આગામી આઈસીસી વિશ્વ કપ-2019 માટે વેસ્ટ ઈન્ડિઝે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. આઈસીસી વિશ્વ કપ-2019 ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેથી શરૂ થશે. વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં અનુભવી બેટ્સમેન ક્રિસ ગેલને સ્થાન આપવામાં આવ્યું છે. આ સાથે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનાર ઓલરાઉન્ડર આંદ્રે રસેલ પણ ટીમમાં જગ્યા બનાવવામાં સફળ થયો છે. ટીમની કમાન જેસન હોલ્ડરના હાથમં રહેશે. સુનીલ નરેન અને મોર્લન સેમ્યુલસને ટીમમાં તક મળી નથી. શાઈ હોપ, શિમરોન હેટમાયર ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યાં છે. 

fallbacks

વેસ્ટ ઈન્ડિઝની ટીમ 31 મેએ પાકિસ્તાન સામે રમીને પોતાના અભિયાનની શરૂઆત કરશે. તો આ સાથે આગામી વિશ્વ કપ માટે તમામ ટીમોની જાહેરાત થઈ ગઈ છે. 

વેસ્ટઈન્ડિઝ ટીમઃ જેસન હોલ્ડર (કેપ્ટન), આંદ્રે રસેલ, એશલે નર્સ, કાર્લોસ બ્રેથવેટ, ક્રિસ ગેલ, ડેરેન બ્રાવો, ઈવિન લુઈસ, ફેબિયન એલન, કેમાર રોચ, નિકોલન પૂરન, ઓસાને થોમસ, શાઈ હોપ, શેનાને ગાબરિલ, સેલ્ડન કોટરેલ, શિમરોન હેટમાયર. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More